Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

માંડવીમાં પોલીસ ટુકડી ઉપર હુમલો કરનારા આરોપીઓ પૈકી એકે કરેલી જામીન અરજી નામંજુર

 ભુજ, તા. ર૩ : રાત્રી દરમિયાન માંડવીની રૂકમાવતી નદીના પુલ ઉપર જાહેર વાહન વ્યવહારને અડચણરૂપ થાય તેવી રીતે બાઇકો રાખનારા યુવાનોને પોલીસ કર્મીઓએ રોકતા તેમણે પોલીસ ટીમ ઉપર હુમલો કર્યો હતો.

તે પૈકીના એક આરોપી કબીલ રસુલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ભુજમાં ચોથા અધિક સેસન્સ જજ એમ.એમ. પટેલે આ અરજી ના મંજૂર કરી હતી. સરકાર પક્ષે પીપી એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

આ કિસ્સામાં ત્રણ પોલીસ કર્મીઓ ઘવાયા હતાં જે પૈકી એ.એસ.આઇ. શ્રી વાઘેલાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. (૮.૯)

(12:05 pm IST)