Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ઉનાના રામનગર ખારામાં જુગાર રમતા ૪ શખ્સો ૨૩ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના તા ૨૩ : પોલીસ જમાદાર પી.જી. વાઢેર તથા પોલીસ સ્ટાફને રામનગર ખારામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલ બાતમીના આધારે પોલીસે રામનગર ખારામાં રેડ પાડીને  તીન પતીનો જુગાર રમતા ચાર શખ્સો (૧) મનસુખ ભીખા સોલંકી,(ર) સલીમ દાઉદ કુરેશી (૩) છગન નાનુ અને મોહન દેવા વાજા રહેવાસી ચારેય ઉના વાળાને  રૂા૨૩૫૦૦/- રોકડના મુદામાલ સાથેેપકડી પાડેલ હતા.

ઉના ગીરગઢડા રોડ પાસે રહીમનગર વિસ્તારમાં રહેતા રજાકભાઇ હુસેનભાઇએ પોતાને  સલમાન મુકતાર, મોન્ટુહુસેન, અબાસભાઇ, સાજીદભાઇ અને અન્ય એક શખ્સ એમ પાંચ શખ્સોએ જુના મનદુખના કારણે ગીરગઢડા રોડ ઉપર આવેલ મામલતદાર કચેરી પાસેના વિસ્તારમાં લોખંડનો પાઇપ અને છરી વતી હુમલો કરી માર મારી મુંઢ ઇજાઓ કરી મારી નાખવાની ધમકી આપેલ

આ ફરિયાદ ઉના પોલીસમાં રજાકભાઇ એ પાંચ ઇસમો સામે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. (૩.પ)

(12:04 pm IST)