Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સોમનાથ શ્રીરામ મંદિરે શ્રીરામ જન્મ જયંતિ ઉત્સવની ઉજવણી

કાલે પ્રભાસ ક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને દેહોત્સર્ગ કર્યો તે ત્રિવેણી સંગમમાં ગંગા દશેરા પ્રસંગ ઉજવાશે

પ્રથમ તસ્વીરમાં શ્રીરામ ભગવાનને અન્નકુટ,બીજી તસ્વીરમા મહા આરતી તથા ત્રીજી તસ્વીરમાં શ્રીરામ ભગવાન મંદિર નજરે પડે છે  (તસ્વીરઃ અહેવાલઃ દિપક કકકડ, દેવાભાઇ રાઠોડ-વેરાવળ-પ્રભાસપાટણ)

 

વેરાવળ-પ્રભાસપાણ તા.૨૩: શ્રીસોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શ્રીરામ મંદિરે શ્રીરામ જન્મજયંતિ ઉત્સવની આજે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે.

અધિક જયેષ્ઠ શુકલ નોમ નિમિતે આજે બુધવારે શ્રીરામ જન્મજયંતિ ઉત્સવનું આયોજન શ્રીરામ મંદિર ખાતે કરવામાં આવેલ છે. તે નિમિતે સવારે ૧૧ કલાકે રામજન્મ નિમિતે વિશેષ પૂજા તેમજ બપોરે ૧૨ કલાકે રામજન્મોત્સવની આરતીનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભકતજનો જોડાયા હતા.

ત્રિવેણી સંગમ જ્યાં હિરણ-કપિલા-સરસ્વતી આ ત્રણ પવિત્ર નદિનુ સંગમ સ્થાન આવેલ છે.જે ઘાટનું નિર્માણ કરી ૩૧-ઓકટોબર-૨૦૦૧ના સરદાર જયંતિના પાવન દિને તત્કાલીન વડાપ્રધાન અટલબીહારી વાજપેયીજીના કરકમલોથી લોકાર્પણ કરવામાં આવેલ. આજે ત્રિવેણી સંગમ ખાતે ભકતો શ્રાધ્ધ-પિત્રુતર્પણ જેવી ધાર્મિક કાર્યો માટે દેશ-વિદેશથી આવતા હોય છે.

ગંગાદશેરાનો દિવસ એટલે મહત્વનો છે કે, અધિક જયેષ્ઠના શુકલ પક્ષે દશેરાના પાવન દિવસે રઘુવંશી રાજા ભગીરથની તપસ્યાથી ગંગા અવતરણ પૃથ્વી પર થયેલું. ભારતીય સંસ્કૃતીમાં નદિને માતાનું સ્થાન આપવામાં આવે છે. અને દરેક નદીઓને ગંગા સમાન પુજવામાં આવે છે. ગંગાદશેરાના દિવસે ગંગાસ્નાન કરવાથી પાપનો નાશ થાય છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન-તર્પણ-પૂજન-આરતી કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તી થાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તા.૨૪ ને ગુરૂવારે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી ત્રિવેણી સંગમ ખાતે થનાર છે. જેમાં સાંજે ૭ કલાકે ગંગાપુજન તથા સાંજે ૭-૩૦ કલાકે સમુહ મહાઆરતી યોજાશે. જેમાં મહાઆરતીમાં જોડાનાર ભકતો માટે દીવડા (દીપ)ની વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ કરવામાં આવશે. ગંગા દશેરાના પાવન પર્વ નિમિતે સર્વે પરિવારજનો તથા મોટી સંખ્યામાં જોડાવા સર્વે ભકતો પરિવારજનો તથા મોટી સંખ્યામાં જોડાવા સર્વે ભકતોને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ભાવભર્યુ નિમંત્રણ છે.

વાલ્મીકી રામાયણ કથા

ત્રિવેણી સંગમ જ્યાં હિરણ-કપિલા-સરસ્વતી આ ત્રણ પવિત્ર નદિનું સંગમ સ્થાન આવેલ છે. જે પવીત્ર સ્થાને શ્રીરામ પિતાશ્રી દશરથજીના શ્રાદ્ધ કર્મ માટે પધારેલ આ ઘટનાની યાદતાજી થતી રહે તેનુ યાદગાર સ્થાન એટલે શ્રીરામ મંદિર. આ પવિત્ર તીર્થસ્થાન ખાતે સૌ પ્રથમ વખત વાલ્મિકી રામાયણ કથાનું આયોજન તા.૩૦મે ૨૦૧૮ થી તા.૦૭ જુન ૨૦૧૮ સુધી સુપ્રસિદ્ધ વકતા શ્રી વિનોદભાઇ પંડ્યા (ભકિત સંદેશ)ના શ્રીમુખે કથાનું રસપાન બપોરે ૩-૩૦ થી સાંજે ૬-૩૦ દરમ્યાન કરાવવામાં આવશે. પવિત્ર એવી પ્રભાસ ભૂમિમાં કથા રસપાન કરી ધન્ય બનવા સૌ ધર્મપ્રેમી જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટે નિમંત્રણ પાઠવ્યુ છે.(૭.૧૧)

(12:01 pm IST)