Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જુનાગઢઃ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે એડવેન્ચર,બેઝિક કોર્ષ

જૂનાગઢઃ કમિશનરશ્રી , યુવક સેવા અને સાંસ્કૃત્ત્િ।ક પ્રવૃત્ત્।ીઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, સંચાલિત સરકારી એડવેન્ચર કોર્ષ તા. ૧૨ થી ૧૮ મે ૨૦૧૮ અને બેઝિક કોર્ષ તા. ૦૯ થી ૧૮ મે ૨૦૧૮ દરમ્યાન યોજવામાં આવેલ છે. રાજયના વિવિધ જિલ્લાના કુલ- ૬૫ બાળકો એ એડવેન્ચર કોર્ષ ( ૮ થી ૧૩ વર્ષ ) માં ભાગ લઈ માઉન્ટેન વોક,  પી.ટી. તાલીમ, રોક કલાઈમીંગ - રેપલીંગ,  રીવરર્કોસીંગ,  ટ્રેકીંગ, રોપ નોટ, ઓબ્સ્ટેકલની તાલીમ તથા માઉન્ટેન ઈકયુપમેન્ટ, પર્વતારોહણ કરતી વખતે શું કરવું -શું ન કરવું, પર્યાવરણ જાગૃતતા ની તાલીમ માનદ ઈન્સ્ટ્રકટરો સુમિતાબેન રાઠોડ, જલ્પાબેન પટેલ, ગોપાલકુમાર ભરવાડ, પ્રેક્ષાબેન પટેલ, મૌલિકાબેન ગોહેલ દ્વારા આપવામાં આવેલ. 

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ના ૨૫ વિદ્યાર્થીઓ, ૧૫ વિવિધ જિલ્લાના વિદ્યાર્થીઓ કુલ-૪૦ યુવક-યુવતિઓએ  બેઝિક કોર્ષ ( ૧૪ થી ૪૫ વર્ષ ) માં ભાગ લઈ માઉન્ટેન વોક,  પી.ટી. તાલીમ, રોક કલાઈમીંગ - રેપલીંગ,  રીવરર્કોસીંગ,  ટ્રેકીંગ, રોપ નોટ, ઓબ્સ્ટેકલ ની તાલીમ તથા રોક ફોરમેશન, કલાઈમ્બીંગ ટેકનીકસ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈકયુપમેન્ટ, પર્યાવરણ જાગૃતતા ની તાલીમ માનદ ઈન્સ્ટ્રકટરો બચુભાઈ મકવાણા, મિલનભાઈ વાગડીયા , ઉમંગભાઈ ડાભી, કૈલાશબેન ગોહીલ દ્વારા આપવામાં આવેલ. 

તાલીમ સંપન્ન થયે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં બાળકો, યુવક-યુવતિઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્ય મહેમાન ડો.સુનિલ બેરવાય, નાયબ વન સંરક્ષક, જુનાગઢ વન વિભાગ, જુનાગઢ , વિશાલ વી. દિહોરા જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ, ઈન્સ્ટ્રકટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ ઉપસ્થિતી રહી પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા. જુનાગઢ)(૨૩.૨)

(10:43 am IST)