Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ધ્રાંગધ્રામાં નાંધા રબારી પરિવાર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી મહેન્દ્ર સાહેબએ અમૃતમય રસપાન કરાવેલ

કુછ ન લેના, કુછ ન દેના, હમ સબ મીલકર હરી નામ લેના

હળવદ તા. ર૩ :.. નાંધા રબારી પરિવારના દેવજીભાઇ કાનજીભાઇ કોંઢવાળા અને ધ્રાંગધ્રામાં રહેતા સર્વે પિૃત મોક્ષાર્થ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ જેમાં શાસ્ત્રી તરીકે મહેન્દ્ર સાહેબ (વસ્તડીવાળા) કથાનું સંગીત મય શૈલીમાં રસપાન કરાયું હતું. જેમાં અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. વડવાળા મંદિર દૂધઇના મહંત રામદાસબાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહેન્દ્ર સાહેબની આ એકસોમી કથા ધ્રાંગધ્રામાં નાંધા પરિવારની હતી. તેવો વિનામુલ્ય કથાઓ કરે છે કોઇપણ જાતની ભેટ સોગાદ લેતા નથી એક અનોખુ ધર્મ કાર્ય કરી રહ્યા છે. તેમનો મો. નં. ૯પ૩૭પ ૮૦૮૦૩ તેમનું સુત્ર છે. કુછ નહી લેના, કુછ નહી દેના, હમસબ મીલકર હરી નામ લેના એક અનોખો જ્ઞાનયજ્ઞ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા ખાતે નાંધા પરિવાર દ્વારા આયોજીત કથાના સ્ટેઝ સંચાલન અને આભારવિધી પત્રકાર દિનેશભાઇ રબારીએ કરેલ. (તસ્વીર :- હરીશ રબારી) (પ-૮)

(10:41 am IST)