Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વેરાવળ તાલુકાના

સીદી આદિવાસી સમાજને સમુદ્રી પાંજરામાં મચ્છીનું વધુ ઉત્પાદન મેળવવા માટે ટેકનોલોજી થી માહિતગાર કરાયા

પ્રભાસ-પાટણ તા.૨૩: ICAR-સેન્ટ્રલ મરીન ફીશરીજ રીસર્ચ ઇન્સ્ટીટયુટનું વેરાવળ રીજનલ સેન્ટર, ભારત સરકારના કૃષિ સંશોધન વિભાગ હેઠળના કોચી ખાતેનું મુખ્ય મથક ધરાવે છે. જે ૨૦૦૯ થી દરિયાઇ પાંજરામાં મત્સ્ય ઉછેરનું પ્રદર્શન કરી રહયા છે. ૨૦૧૧ દરમિયાન સંસ્થાએ ટ્રાયબલ સબ પ્લાન હેઠળ દરિયાઇ પાંજરા ઉછેરના કાર્યક્રમોમાં દેશના દરિયાઇ કાંઠાના વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયને સાથે રાખી પ્રાથમિકતા આપી હતી જેથી ટેકનોલોજીનો લાભ ગરીબ આદિવાસી સમુદાય સુધી પહોંચી શકે.

 આ માટે, વેરાવળ રીજનલ સેન્ટરના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને તાલાળા તાલુકાઓમાં રહેતા ''સીદી'' આદિવાસીઓના સહકારી સમાજ ''ભારત આદિમજૂથ મત્સયોદ્યોગ સહકારી મંડળી -તાલાળા'' દ્વારા શ્રી હાસમભાઇ જે. મુંસાગરાના નુતૃત્વમાં આજીવિકાનાં વિકલ્પ તરીકે સમુદ્રી પાંજરામાં લોબસ્ટર અને અન્ય ઉચ્ચ મુલ્યવાન ફીન ફીશની ઉછેર ટકનોલોજી આપવાની શરૂઆત કરી. ભાગીદાર પક્ષોના કૃષિ પરિક્ષમ અને ક્ષમતા નિર્માણના સંદર્ભમાં પ્રારંભિક તબક્કામાં સોસાયટી અને સંસ્થા બંને પક્ષો ના કર્તવ્યો અને જીમ્મેદારીઓને રેખાંકિત કરતો એમઓયુ અમલમાં લાવેલ છે.

ખેતી પ્રાર્થના સ્થિરતાના સંબંધમાં, સમુદ્રની પાંજરા ઉછેર ખેતી માછલીના ઉત્પાદનમાં સોૈથી ટકાઉ માધ્યમો પૈકી એક માનવામાં આવે છે. સ્પાયની લોબસ્ટર (પાનીલ્યુરસ પોલીફેગસ) અત્યંત મુલ્યવાન પ્રજાતિ છે. જે સ્થાનિક અને નિકાસ બજાર બંનેમાં સારી કિંમત ધરાવે છે. આ પ્રજાતિના બચ્ચા પ્રકૃતિમાં સમુધ્ધપણે ઉપલબ્ધ છે. અને સારી વૃધ્ધિ પામે છે. દેશના સમુદ્રની પાંજરા ઉછેર ટેકનોલોજીની નવિનતા અને મહત્વને ધ્યાનમાં લેતા આદિવાસીઓને શરૂઆતનાં તબક્કામાં સંશોધન પ્રણાલી હેઠળ દરિયાઇ પાંજરા ઉછેરની પ્રવૃતિઓમાં સામેલ કરી ટેકનોલોજીથી પરિચિત કર્યા હતા.

કેટલાક આદિજાતિ યુવાનો સ્કુબા ડાયવિંગમાં કુશળ હતા અને ICAR-CMFRI સાથે તેના કસ્ટમાઇજેશન અને પ્રદર્શન પ્રયોગમાં જોડાયા હતા. તેમની કુશળતાનો ઉયપોગ એન્કરો ગોઠવવા અને પાણીની નીચે ડાયવિંગ દ્વારા પાંજરાના મુરીંગ માટે કરવામાં આવે છે. યુવા નોએ ત્યારબાદ વેરાવળ CMFRI  ની સાથે મળી આજીવિકાના વિકલ્પ તરીકે લેતા પહેલા ખેતીના અન્ય પાસાઓ પર પ્રશિક્ષણ મેળવી અને મોટા સમુદાયને પ્રોત્સાહન આપ્યું.

૨૦૧૧-૧૨ દરમિયાન સમુદ્રી પાંજરાની ખેતી માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે યુવાનોને વેરાવળ સંસ્થાન દ્વારા પ્રશિક્ષણ વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન કોચીનમાં પ્રશિક્ષણ ઉપરાંત યુવાનોને કારવાર, મંડપમ અને ચેન્નઇ સંસ્થાનોના અન્ય કેન્દ્રોમાં મોકલી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ખેતીની પ્રવૃતિઓમાં સામેલ આદિજાતિ યુવાનોને હેન્ડ-ઓન ટ્રેનીંગ સાથે ભારતીય દરિયાકિનારે વિવિધ મેરીકલ્ચર પ્રેકટીસની રાષ્ટ્રીય સ્તરે એકસ્પોસર ટુર આપવામાં આવેલ હતી.

 ત્યારબાદ ૨૦૧૨-૧૩ દરમિયાન, સંસ્થાએ ટીએસપી પ્રોગ્રામ અંતર્ગત આદિજાતિ દ્વારા ખેતી માટે સમુદ્ર કેજ ફાર્મની સ્થાપના કરી હતી. સોસાયટીના પ્રમુખ સહિત અંદાજે ૨૦ સીદી આદિવાસીઓને ખેતી પ્રશિક્ષણમાં જોડવામાં આવેલ છે. ખેતીના અંતે બધો જ માલ અને કેજની એસેસરીઝ સોસાયટીને આપવામાં આવી. સોસાયટી દ્વારા ઉત્પાદનનાં વૈજ્ઞાનિકનાં માર્ગદર્શન હેઠળ પાકની માર્કેટીંગ કરવાની વ્યવસ્થા કરી અને બધો જ લાભ સોસાયટીના સભ્યોને વહેચવામાં આવ્યો.

 આ યોજના હેઠળ તાલીમ અને ક્ષમતા નિર્માણના સંબંધમાં બધો ખચોૈ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. ફાર્મિગના પરિચાલનનો બધો જ ખર્ચો સંસ્થા દ્વારા TSP  યોજના હેઠળ કરવામાં આવ્યો. દરિયાઇ ખેતીની આજીવિકા જાળવવા માટે દરિયાઇ કાંઠાના લોકો અને ઉદ્યોગમાં જાગૃતતા લાવવા ગુજરાત સરકાર દ્વારા દરિયાઇ પાંજરામાં ખેતીના વિકાસ માટે એક યોજનાની રચના કરેલ છે. ભારત સરકારની યોજના અને નીતિના પગલે સીદી આદિવાસી ખેડુતના હાસમભાઇ મુંસાગરાને સમુદ્રી પાંજરા ખેતી માટેના યોગદાન માટે વર્ષ  ૨૦૧૫ માં ICAR  દ્વારા સ્થાપિત નવીન ખેડુત માટે ''પંડિત દિનદયાલ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર એવોર્ડ'' આપવામાં આવ્યો. (૧.૪)

(10:39 am IST)