Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ગોંડલમાં ઓક્સીઝન ભરવા માટે લાંબી લાઈનો : લાઈટગુલ થતા લોકોએ મોબાઈલ ટોર્ચ ચાલુ કરી

ગોંડલ : રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ઓક્સીઝનની અછત સર્જાઈ છે ખાસકરીને કોવીડ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ ઓક્સીઝન મેળવવા લાંબી કતારો જામે છે ત્યારે ગોંડલમાં અત્યારે ઓક્સિજન ભરવા માટે લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા છે તેવામાંલાઈટ ગુલ થતા લોકોએ મોબાઈલની લાઈટ ચાલુ કરી હતીગોંડલના ૪૧ ઉદ્યોગ નગર, મંગલમૂર્તિ મશીનરી સ્ટોરના કમ્પાઉન્ડમા લોકો મોબાઈલ લાઈટ ચાલુ કરીને ઓક્સીઝન ભરાવતા નજરે પડે છે ..

(10:01 pm IST)
  • કલેકટરની મહત્વની જાહેરાત : રાજકોટમાં ઓક્સિજનનો પ્રશ્ન ૮૦ થી ૯૦% સોલ્વ થઈ ગયો છે : સવારમાં ૧૭ ટન ઓક્સિજન આવી ગયો છે : ૩૩ ટનના બે ટેન્કર કલાકથી બે કલાકમાં આવી જશે અને સાંજ સુધીમાં ૫૦ ટન ઓક્સિજન રાજકોટમાં ઠલવાઈ જશે : ભાવનગરથી ૧૦ ટન ઓક્સિજન સાંજ સુધીમાં આવી જશે : દરેક ટેન્કરમાં ૧૭ થી ૧૮ હજાર મેટ્રીક ટન લીટર ઓક્સિજન હોય છે : રાજકોટને ૧૦ ટનની જરૂરીયાત છે તે મુજબ કાર્યવાહી થઈ રહી છે : ૩૦થી વધુ અધિકારીની ટીમ ઓક્સિજન બાબતે કામ કરી રહી છે : ડે. કલેકટર જે.કે. જગોડા, એડી.કલેકટર જે.કે. પટેલ તથા અડધો ડઝન મામલતદારો અને સ્ટાફ સિવિલ, સમરસ, કેન્સર તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોચે તે અંગે વ્યવસ્થા કરી રહ્ના છે access_time 12:16 pm IST

  • રાજયમાં કોરોનાની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર : કેટલાક કલીનીકલ પ્રોટોકોલમાં ફેરફાર જાહેર કર્યા : ગુજરાત સરકારની એકસપર્ટ ડોકટરોની પેનલે આજે કોરોના માટેની સારવારમાં આઈવરમેકટીન અને ફેવીપીરાવીર મેડીસીનનો ઉમેરો જાહેર કર્યો છે : હવે કોરોના માટેની સારવારમાં ઉપરની બે દવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત સરકારે નવી કલીનીકલ પ્રોટોકોલ મેનેજમેન્ટ જાહેર કર્યાનું ડો.શાહએ જાહેર કર્યુ છે : તેમણે બીનજરૂરી દવા નહિં લેવાનું પણ કહ્યુ છે, અન્ય રાજયોના પ્રોટોકોલની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા પછી તથા ટાસ્ક ફોર્સ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી નવી ગાઇડલાઈન જાહેર થઈ છે access_time 6:09 pm IST

  • રાજકોટ નજીક આવેલ ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામ નજીક આજે બપોરે કપાસના ગોડાઉનમાં મોટી આગ લાગતા ગોંડલના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચેને આગ પર કાબુ મેળવ્યો હતો (ભાવેશ ભોજાણી) access_time 6:06 pm IST