Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જામનગરના ગુલાબનગરમાં કૌટુંબિક ડખ્ખામાં યુવકની હત્યા : યુવકના ભાભી પણ ગંભીર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:::જામનગર ગુલાબ નગર પાસે આવેલ પ્રભાત નગર માં યુવાનની હત્યા થતાં સનસનાટી મચી ગઇ છે પ્રાથમિક તપાસ અનુસાર કૌટુંબિક ડખ્ખો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે યુવકની ભાભી પણ ગંભીર હાલતમા હોવાનું જાણવા મળ્યું છે.

       પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા પ્રભાતનગરમાં આંગણવાડી સામેના વિસ્તારમાં રહેતા એક પરિવારમાં આજે સવારે કૌટુંબિક ડખ્ખો થવાથી સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. આ સશસ્ત્ર હુમલામાં ઘવાયેલા કિશન ફતુભાઈ પરમાર નામના યુવાનને ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેથી હુમલાનો બનાવ હત્યાનો છે કે કેમ ? આ અંગે પોલીસે તપાસ આરંભી હતી. પ્રાથમિક વિગત મુજબ કોઇ કારણસર પરમાર પરિવારમાં ડખ્ખો થવાથી સામસામા જીવલેણ હુમલો થયો હતો. જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલા પણ ઘવાઈ હતી. જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયો હતો અને ખરેખર બનાવ કયા કારણોસર અને કેવી રીતે બન્યો ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.

(2:12 pm IST)
  • કોરોનાના વધતા સંક્રમણને લઈને વડાપ્રધાન મોદી ૩ બેઠક કરશે : મળતી માહિતી મુજબ પીએમ મોદી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે : બપોરે ૧૨:૩૦ વાગ્યે ઓક્સિજન સંકટને લઈને બેઠક કરશે : ૧૦ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠક શરૂ access_time 12:15 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તા. 6 મેં થી યોજાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ : પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે access_time 5:55 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતી કાલે શનિવાર 24 મી એપ્રિલે સવારે 10.15 વાગ્યે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કોલવડાની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા પી.એસ એ ઓકસીજન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પણ આ તકે ઉપસ્થિત રહેશે. access_time 11:08 pm IST