Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જેતપુરમાં સેવાની જયોતઃ પોતાના બંગલામાં હોસ્પિટલ શરૂ કરી

મહામારીના હાહાકાર વચ્ચે જેઠુરભાઇ વાળાનું પ્રેરણાદાયી કાર્યઃ ઓકિસજનની સુવિધા ઉભી કરાઇઃ તમામ મુલાકાતીઓ-દર્દીઓના સગા માટે ચા-પાણીની સુવિધા

જેતપુરઃ તસ્વીરમાં સેવાભાવી જેઠુરભાઇ વાળાના બંગલામાં દર્દીઓનું સેવાકાર્ય થતુ નજરે પડેછે. (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ : વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના મહામારીથી વધુ પ્રભાવીત ગુજરાત થયંુ છે. દરરોજ પોઝીટીવ કેસોની સંખ્યા ઘટનાના બદલે વધતી જાય છે મોતનો આંક પણ વધતો જ જાય છે. જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં સ્મશાનમાં દરરોજ ૧પ થી  વધુ અગ્નિદાહ અપાય છે. કોરોના ગ્રામ્ય વિસ્તારમાં પણ વકરી રહ્યો છે. તેમાં પણ ઓકસીજનની પરીસ્થિતી ખુબ ખરાબ થઇ ગયેલ છે.હોસ્પીટીલમાં જે દર્દીનું ઓકસીજન લેવલ ૯પ જેટલું હોય તેનેજ દાખલ કરવામાં આવે છે તેનાથી નીચે લેવલ હોય તે બિચારા ભગવાન ભરોસે રહે છે.હોસ્પીટલોમાં પણ જગ્યા ન હોય દર્દીએ હેરાન થાય છે. આવી પરિસ્થિતી વચ્ચે શહેરના અમરધામ, રૈયારાજ-૧ વિસ્તારમાંં રહેતા જેઠુરભાઇ ઓઢભાઇ વાળાએ અનેરી સેવાની જયોત જલાવી છે.

પોતાના બંગલાને જ હોસ્પીટલ બનાવી ત્યાં આવનાર દર્દીઓ માટે ઓકસીજનની પણ સગવડ કરી રાખી છે. અંહિ આવનારે કોઇપણ જાતનો ચાર્જ ચુકવવાનો રહેતો નથી જમવા રહેવાની સગવડ પણ વિનામુલ્યે કરી આપવામાં આવે છે દર્દીની સાથે તેના સગાને પણ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. દર્દીની સાથે  તેના સગાને પણ સગવડ અપાય છે. અહિં ડોકટરની પણ વિજીર્ટ કરાવવી આપે છે.

અકિલા સાથે વાત કરતા જેઠુરભાઇ વાળાએ જણાવેલ કે આ સેવા કાર્ય કરવા માટે રૂદ્રેશ્વર જાગીર ઇન્દ્રભારથી બાપુ પાસેથી પ્રેરણા મળેલ ચાર દિવસ પહેલા જેઠુરભાઇના સગા ઓકસીજન વાળી હોસ્પીટલ માટે હેરાન થતા હોય છતા કોઇ સગવડ ન થતા તેમેણે નકકી કયુંર્ કે આવુ કાર્ય હમેશા મારા  ઘરમાંથી જ શરૂ કરૂ તેને મીત્રોએ મદદ કરતા રાતોરાત મકાન હોસ્પીટલમાં ફેરવી દીધું ઓકસીજનના બાટલા ગાદલાની સગવડ થઇ ગઇ અને એક-બે નહિ પરંતુ ૧૬ દર્દીઓની સારવાર શરૂ થઇ ગઇ તેની ડોકટરની સલાહ મુજબ તમામ સગવડ આપવામાં આવે છે. જમવાનું જયુસફુટ, પણ આપે છે.

તમામ મુલાકાતી દર્દીના સગા માટે ચા-પાણીની સગવડ કરી છે. હાલ આ સેવામાં મોટી તકલીફ ગઇકાલથી આવી હોય ઓકસીજનના ખાલી બાટલા ભરવાનું મુશ્કેલ બની ગયં કેમ કે સરકારના નીર્ણય મુજબ તમામ પ્લાન્ટમાંથી ઓકસીજન માત્ર સરકારને જ આપવો તેની ઓકસીજનની તકલીફ પડી રહી છે જો કોઇ નેતા કે સરકારી અધિકારી આ સેવાને ધ્યાને લઇ બાટલા ભરવાની સગવડ કરાવી આપે તો સેવા અવિરત ચાલુ રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય હોસ્પીટલોમાં બેફામ ભાવો લેવામાં આવે છે ગરીબ માણસ તે ખર્ચને પહોંચી શકે તેમ ન હોય અંતે જીવ ગુમાવવો પડે તેવી પરીસ્થિતી સર્જાય છે.

જેઠુરભાઇની આ સેવામાં તેના પરિવારના તમામ સભ્યો પણ જોડાયા છે એક તરફ કોરોના પોઝીટીવ આવનાર પોતાના સ્વજનને ના છૂટકે પોતાનાથી દુર રાખવા પડે છે. ત્યારે બીજી તરફ આ જેઠુરભાઇએ પોતાના જ મકાનમાં અને પરીવારજનો સાથે મળી એવા ચાલુ કરી છે. આ સેવા કાર્યમાં પ્રફુલભાઇ ખુંટ, જગદીશભાઇ વ્યાસ, સુધીરભાઇ આડતીયા, કરમણભાઇ, ચિરાગભાઇ ગોરીયા, ક્રિપાલસિંહ જીજ્ઞેશભાઇ, મયુર અદા  સહિતના લોકો જોડાયા છે.

(12:49 pm IST)
  • દિલ્હીનાં ભાજપ સાંસદ મનોજ તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેઓ હોમ આઇસોલેટ થયા છે. access_time 3:51 pm IST

  • બિહારના દાનાપુરમાં ૧૮ લોકો ભરેલી ગાડી ગંગા નદીમાં ખાબકી : ૯ લોકોના મૃતદેહ મળ્યા : ૬ લોકોની શોધખોળ હજુ ચાલુ : તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળે છે : આ તમામ દિયારાના અખીલપુરમાં વિધિ કરી પરત ફરી રહ્ના હતા access_time 12:15 pm IST

  • દેશમાં કોરોનાનો વણથંભ્યો આતંક : છેલ્લા 24 કલાકમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી વધુ નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે અને 2050 થી વધુ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે : હજુ કેટલાક રાજ્યોએ છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST