Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન ટેન્કનો પ્રારંભ

જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટીનાં સેવા હી સંગઠનનાં સુત્રને સાર્થક કરી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર, પ્રસાશન, જુનાગઢ મહાનગર પાલિકા, સિવિલ હોસ્પિટલ જુનાગઢ તથા ઓકિસજન ટેન્ક ફીટીગ કરનાર મીકેનીકોની રાત દિવસની મહેનતથી બહું જ ટુકા સમયમાં ૨૦ હજાર લીટરની કેપેસીટી ધરાવતી ઓકિસજન ટેન્ક આજે જુનાગઢ મહાનગરનાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્માના હસ્તે શરૂ કરવામાં આવી હતી.આ ટેન્ક કાર્યરત થવાથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓકિસજનના પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ આવ્યો છે. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:46 pm IST)