Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોરબી જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેકશન વિતરણ માટે સાત ટીમોની રચના કરાઇ

પાંચ ટીમ મોરબી શહેર અને તાલુકા માટે જ્યારે ૧-૧ ટીમ હળવદ - વાંકાનેરની વ્યવસ્થા સંભાળશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબી જીલ્લામાં રેમડેસીવીર ઇન્જેકશનની અછત વર્તાઈ રહી હોય અને દર્દીઓના સગાને ઇન્જેકશન મેળવવા રઝળપાટ કરવાનો વારો આવતો હોય જેને ધ્યાને લઈને કલેકટર દ્વારા ઇન્જેકશન વિતરણ વ્યવસ્થા માટે ૭ ટીમોની રચના કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં કોરોના દર્દીઓની સારવાર કરતી કોઈપણ કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ, કોવીડ હેલ્થ કેર સેન્ટર કચેરી દ્વારા આપવામાં આવેલ ઈમેલ આઈડી sdmmorbi.covid19@gmail.com પર સાંજે ૯ થી સવારના ૯ સુધીમાં ઓકસીજન બેડમાં સારવાર લઇ રહેલ દર્દીની વિગતો સાથેનું indent form તથા દરેક દર્દીના આધારકાર્ડ અને દર્દીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે.

જે મુજબ જરૂરિયાતને ધ્યાને લઈને મેઈલમાં અપલોડ કરેલ ડોકયુમેન્ટ વેરીફાઈ, દરેક કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ સ્ટાફ કોરોના મહામારી કામગીરીમાં વ્યસ્ત હોય જેથી મહેસુલી કર્મચારીઓની ટીમો બનાવી દરેક હોસ્પિટલ અથવા કોવીડ સેન્ટરને રૂબરૂ જઈને રેમડેસીવીર ઇન્જેકશન જથ્થો પૂરો પાડવામાં આવશે અને સ્થળ પરથી રૂબરો જઈને ઓરીજીનલ ડોકયુમેન્ટ મેળવી લેશે.

જેકામગીરી માટે ૨ નાયબ મામલતદારોની ખાસ વેરીફીકેશન ટીમો બનાવી છે તેમજ ઇન્જેકશન હોસ્પિટલ સુધી પહોચાડવા માટે ૭ ટીમોની રચના કરવામાં આવી છે જે પૈકી ૫ ટીમો મોરબી શહેર અને તાલુકા માટે જયારે ૧ ટીમ વાંકાનેર શહેર-તાલુકા અને ૧ ટીમની હળવદ શહેર અને તાલુકા માટે રચના કરવામાં આવી છે.

(12:44 pm IST)