Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સાવરકુંડલા યાર્ડમાં વધુ એક વેપારીનો કોરોનાએ ભોગ લીધો

અત્યાર સુધીમાં ૪ વેપારીઓ કોરોના સામે જંગ હારી ગયા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ર૩: સાવરકુંડલા શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહયું છે. ત્યારે તેના ઓછાયા સાવરકુંડલા મારકેટ યાર્ડમાં પણ પડી રહયા છે. યાર્ડમાં ગત સપ્તાહ દરમિયાન બે વેપારી મિત્રો અને એક વેપારીના પરીવારજનનો કોરોનાએ ભોગ લીધો હતો. તો ગઇકાલે ગુરૂવારે રાત્રે યાર્ડના વધુ એક વેપારીએ કોરોના સામે જંગ હારી જતા જીવ ગુમાવ્યો છે. હાલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોટોનું  સંક્રમણ ફેલાયું છે અને યાર્ડમાં ખરીદ અને વેચાણમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડુતો વેપારીઓ આવતા હોય છે. જેના કારણે યાર્ડ સાથે સંકળાયેલા ખેડુતો-વેપારીઓ ઉપર કોરોનાનો ખતરો મોટા પાયે જળુંબી રહયો છે. હાલ પણ અનેક વેપારીઓ અને ખેડુતો હોમ આઇશોલેશનમાં સારવાર લઇ રહયા છે.

(12:43 pm IST)