Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જામનગર પાસેથી કારમાં ૮૧ હજારનો દારૂ લઇ આવતા બે શખ્સો ઝડપાઇ ગયા

જામનગર તા. ર૩: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સુચના તેમજ એલ.સી.બી. પો. ઇન્સ. કે. જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ. એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી/નાસતાં-ફરતાં ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો. હેડ નિર્મળસિંહ જાડેજા તથા રાજેશભાઇ સુવા તથા સલીમભાઇ નોયડા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ નાઓને રાજકોટ તરફથી એક ગ્રે કલરની આઇ-૧૦ કાર વિદેશી દારૂ ભરી જામનગર તરફ આવતી હોવાની મળેલ હકીકત આધારે આઇ-૧૦ કારમાંથી આરોપી નં. (૧) મયુર રામજીભાઇ સોઢા રહે. મધુરમ રેસીડેન્સી બ્લોક નં. ૧૯ર/પ૪, નાગબાઇ પ્રોવીઝન સ્ટોર્સની બાજુવાળી ગલી જામનગર તથા નં. (ર) સુરેશ ઉર્ફે સુર્યો કાનજીભાઇ ડાભી રહે. શાંતીનગર શેરી નં. ર વિજયાબા હોલની સામે હનુમાન ડેરીની આગળ જામનગરવાળાઓને (૧) એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ની વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ કિ. રૂ. ૭ર,૦૦૦/- (ર) મુનવોક પરીમીયન એપલ વોડકા વિદેશી દારૂની બોટલ નંગ-ર૪ કિ. રૂ. ૯,૬૦૦/- તથા આઇ. ૧૦ કાર કિ. રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-ર કિ. રૂ. ર૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪,૦૧,૬૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ સદરહું ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાનાર જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા કલુભા જાડેજા રહે. જામનગર શાંતિનગર તથા સદરહું વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કિશોરભાઇ કાઠી રહે. રામપરા ગામવાળાઓને ફરારી જાહેર કરી જામનગર પંચકોષી એ ડીવીઝન પો. સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, ભરતભાઇ ડાંગર, ગીરીરાજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે.

(11:33 am IST)