Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જૂનાગઢ પોલીસના કોરોના વોરીયર્સ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી સ્વસ્થ થયા

જૂનાગઢ,તા.૨૩: હાલના કોરોના સંક્રમણના કાળ દરમિયાન જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના માણસો કોરોના ગ્રસ્ત થતા, તેઓની સાર સંભાળ અને સારવાર અંગે જાતે રસ લઈ, સંભાળ તેમજ સારવાર કરાવવામાં આવે છે.

તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  દ્વારા તેઓને ફોન ઉપર તબિયત અંગે ખબર અંતર પૂછતાં, તબિયત ગંભીર લાગતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પીઆઇ ચૌધરીની સારવાર કરાવવા માટે સૂચના કરતા, મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયાની મદદથી હેલ્થ પ્લસ હોસ્પિટલ ખાતે ડો. મોહસીન લુલાણીયાની સારવાર ચાલુ કરાવતા, ૫૦ ! ફેફસામાં અસર હોઈ, તાત્કાલિક એડમિટ કરી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. માલદેભાઈ, વનરાજસિંહ, સંજયભાઈ, અનકભાઈ, ભરતભાઇ, પ્રવીણભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, સહિતની ટીમ દ્વારા સતત સારવારમાં રહી, રેમડેસીવીર ઇન્જેકશનનો કોર્સ અપાવી, પાંચ દિવસની સારવાર બાદ સારૂ થઈ ગયેલ હતું. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કોરોના સંક્રમિત પોલીસ ઇન્સ. ની તાત્કાલિક સારવાર કરાવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી.

(11:33 am IST)