Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

વંથલી તાલુકામાં એન્ટિજનની કિટની અછત વચ્ચે તપાસ માટે લોકોની લાંબી કતારો

જૂનાગઢ :  સમગ્ર વંથલી તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો કોરોનાની તપાસ માટે  વંથલી સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ શાપુર, કણજા, થાણાપિપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં આવે છે ત્યારે માત્ર બે જ કલાકમાં એન્ટિજન કિટ ખલાસ થઈ જવાથી અનેક લોકો તપાસ વગર પરત ફરી રહ્યા છે..સરકારમાંથી આવતી એન્ટિજન કિટની હાલ ભારે અછત જોવા મળતી હોય તેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર રોજ ૪૦ થી ૫૦ કિટ આપવામાં આવતા માત્ર બે જ કલાકમાં કિટ ખલાસ થઈ જવાથી અનેક લોકો તપાસ કર્યા વગર જતા હોવાથી આવા લોકો પોઝેટીવ હોય તો અનેક લોકોને સંક્રમિત કરવાની શકયતા છે.. શાપુર જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શાપુર ઉપરાંત આજુબાજુના ગામડાઓ જૂનાગઢ શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો તપાસ માટે આવે છે. વંથલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય   તંત્ર દ્વારા એન્ટિજન કિટ વધુમાં વધુ ફાળવવામાં તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

(11:31 am IST)