Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જામકંડોરણા પાસે કારે-બાઇકને ઉલાળતા હરમડીયાના નરશીભાઇ મકવાણાનું મોત

વૃધ્ધ સોળવદરથી પરત આવતા'તા

રાજકોટ તા. ર૩ :.. જામકંડોરણા નજીક ભાદરા જવાના રોડ પર ફોર વ્હીલે બાઇકને હડફેટે લેતા હરમડીયાના વૃધ્ધનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ગોંડલના હરમડીયા ગામમાં રહેતા નરશીભાઇ બીજલભાઇ મકવાણા (ઉ.૭૦) ગઇકાલે પોતાનું જી.જે. ૩ ઇએફ-૪૬૯૧ નંબરનું બાઇક લઇને સોળવદરથી પરત આવતા હતાં. ત્યારે જામકંડોરણા નજીક ગોંડલ રોડ ભાદરા જવાના રોડ પર જી.જે.-૧-કેડી-ર૬રર નંબરની કારના ચાલકે બાઇકને ઉલાળતા નરશીભાઇ ફંગોળાઇ જતા તેને ડાબા હાથમાં તથા પગ તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ તેને સારવાર માટે જામકંડોરણા સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક નરશીભાઇ ખેતીકામ કરતા હતાં. બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસ મથકના પી. એસ. આઇ. જે. યુ. ગોહીલે તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)