Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લીવ ઇન રીલેશનશીપ સમાજ માટે લાલબતી

લીવ રીલેશનશીપ બાંધી મુદતનો કરાર કરે છે અને ગમે ત્યારે છૂટા થઇ શકે ત્યારે સંતાન વંશવૃધ્ધીની સમસ્યા મુશ્કેલી સર્જે છેઃ હિન્દુ સંસ્કૃતિમાં ગૃહસ્થી જીવનને પ્રાધાન્ય

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. આજના પરિવર્તન યુગમાં લગ્ન એક સમસ્યા બની છે અને લીવ ઇન રીલેશન શીપ સામે લાલબતી સમાન છે. હિન્દુ (ભારતીય) ધાર્મિક સંસ્કૃતિમાં ગૃહસ્થી જીવનને પ્રાધાન્ય અપાયું છે.

બે પરિવારના મિલન સાથે વંશવૃધ્ધી કરનારું દર્શાવેલ છે. નર-નારીના મિલનથી વંશવૃધ્ધી થાય છે. શાસ્ત્રોકત દ્રષ્ટિએ જ્ઞાતિ અને સંસ્કૃતી મુજબ થયેલ લગ્નને સહવિશેષ પ્રાધાન્ય આધારભૂત ગણાય છે. બારોટ પર તેમને માન્યતા આપે છે. તેમના ચોપડે નોંધાય છે. પરંતુ આંતર જ્ઞાતિ લગ્નને વંશ વૃધ્ધી વંશાવળી સાચવનાર બારોટ આંતર જ્ઞાતિને લગ્નને માન્યતા આપતા નથી. ચોપડે નામ નોંધતા નથી. ન્યાય-અદાલતો પણ આંતર જ્ઞાતિ લગ્ન વિશેષે માન્યતા આપતા પહેલાં આપણી ધાર્મિક - સંસ્કૃતિનો ઉંડો અભ્યાસ કરે છે. જે રીતે બારોટ વંશ વૃધ્ધી થયેલ પરિવારનો આંબો લખે ત્યારે બન્ને સ્ત્રી - પુરૂષ ગૌત્ર-કુળદેવી સુરધન પુરૂષ અગાઉ વડિલો દ્વારા બારોટ ચોપડે વંશ વૃધ્ધી નામ (આંબો) લખાયેલ હોય તેનું વાંચન થાય. કુળદેવી વિગેરે પુછતાચ્છ સાથે અગ્નિ સાક્ષી-સત્પપદી - સાત ફેરા હસ્ત-મેળાપ, કન્યાદાન ગૌત્ર વિગેરે ભૂ-દેવ દ્વારા પૂછવામાં આવે છે.

કોર્ટ દ્વારા હિન્દુ (ભારતીય) સંસ્કૃતિ જ્ઞાતિ ફુસાચાર લગ્નને પ્રાધન્ય અપાય છે. અને વંશ વૃધ્ધીને કાયદેસર ગણવામાં આવે છે. આ લગ્ન સર્વસંમતી યાને વડીલો તેમજ કન્યા પક્ષની પસંદગીના ઓરીજન્ડ, લગ્ન ગણાય છે. માન્યતા સહેલાઇથી મળે છે.

બીજા લગ્ન ગાંધર્વ લગ્નને પણ હિન્દુ ધાર્મિક સંસ્કૃતિ પ્રાધન્ય આપે છે. ગાંધર્વ લગ્ન સંબંધે શ્રી કૃષ્ણ અવતાર દ્વાપરયુગમાં પ્રચલીત થયેલ છે. તેની વિસ્તૃત માહિતી મહાભારત  - શ્રીમદ્ ભાગવદ્તમાં આપવામાં આવેલ છે. આ લગ્નને આપણી સંસ્કૃતિએ માન્યતા આપેલ છ. ગાંધર્વ લગ્ન દ્વારા થયેલ વંશવૃધ્ધીને પણ માન્યતા મળેલ છે. આ લગ્નની શરૂઆત મહાભારત કાળ શ્રી કૃષ્ણ યુગમાં જોવા મળે છે. ખુદ શ્રી કૃષ્ણે પોતાની પટ્ટરાણી રૂક્ષ્મણીનું  અપહરણ કરી ભાગેલ. ગુજરાત - સૌરાષ્ટ્રમાં ઘેડ વિસ્તારમાં પોરબંદર જીલ્લાના માધવપુર મુકામે મધુવનમાં આવી રૂક્ષ્મણી સાથે વિવાહ સંપન્ન કરેલ. અહીં રૂક્ષ્મણના ભાઇ રૂક્ષ્મી સાથે યુધ્ધ કરી કરાવેલ. તેની યાદમાં દર ચૈતર માસની શુદ ૯ નોમથી ચૈત્ર સુદ ૧ર (બારસ) સુધી લોકમેળાનું આયોજન થાય જે વિશ્વ પ્રસિધ્ધ મેળામાં સ્થાન મેળવેલ છે. ચૈત્રસુદ ૧ર (બારસના) સવારના મધ્યાન પછી આ મેળો પુર્ણ થાય છે. તેમજ શ્રી કૃષ્ણના લાડલી નાનાબેન સુભદ્રાનું અપહરણ શ્રી કૃષ્ણ અર્જુન દ્વારા કરાવી ગાંધર્વ લગ્ન આર્શીવાદ આપેલ. કારણ કે બલરામની ઇચ્છા કૌરવવંશના જેષ્ઠ પુત્ર દુર્યોધન સાથે કરાવવાની હતી. દૂર્યોધનને ગદૃા દાવ શીખડાવેલ અને ગુરૂપદે બલરામ હતાં. દુર્યોધનને શિષ્ય તરીકે સ્વીકારેલ.

ત્યારબાદ શ્રીકૃષ્ણના સુપુત્ર પ્રદ્યુમન (જે કામદેવનો અવતાર ગણાય છે) તેમના પુત્ર અનિરૂધ્ધને પ્રેરણા આપી. દાદા યોગેશ્વર શ્રી કૃષ્ણ ઓખા મંડળના રાક્ષસ રાજ બાણાસુરની પુત્રી સુરેખા (ઓખા)નું પણ અનિરૂધ્ધ મારફત હરણ કરાવી બાણાસુરને યુધ્ધમાં હરાવી સુરેખા - યાને ઓખા હરણ કરી લગ્ન કરાયેલ. દર ચૈત્ર માસ 'ઓખા હરણ' વાર્તા વંચાય છે. ત્રણ દિવસ વાંચન દેવ મંદિરે અથવા શેરીમાં વાંચન કરાય છે. પાંચાલ દેશ (ગુજરાત), ધોળા-ધંધુકા, વિસ્તારમાં તેર વરસનો ભોગવતા પાંડવો દુર્યોધન સાથેની શરત મુજબ એક વરસ અજ્ઞાનત વાસમાં રહેવાનું હતું. ત્યારે શ્રી કૃષ્ણની પ્રેરણાથી પંચાલ દેશમાં રહેલ.

પંચાલ દેશના રાજવી પુત્ર, યાને દ્રૌપદીના સ્વયંવરમાં ગુપ્તર વંશમાં પાંડવો હાજરી આપી. ભીમ પાસે દ્રૌપદી સ્વયંવરમાંથી અપહરણ કરાવેલ. ભીમ અપહરણ કરી કુંતીમાતા પાસે ગયેલ ત્યારે ઘરનું બારણું બંધ હતું માતાને બોલવાનું કહેતા માતાએ અંદરથી જવાબ આપેલ. પાંચેય ભાઇઓ સરખેહિરસે વહેંચી લ્યો. માતૃ આજ્ઞા - પાળી પાંચેય ભાઇઓએ શ્રી કૃષ્ણની હાજરીમાં લગ્ન કરેલ. શ્રી કૃષ્ણના ધર્મની બહેન - દ્રૌપદી તેમ છતાં બહેન સુભદ્રા કરતાં અધિક પ્રિય પાંચેય ભાઇઓએની સાથે દ્રાપદીએ ૭ર દિવસ ગૃહસ્થી જીવન વિતાવવું જેમની સાથે દ્રૌપદી ગૃહસ્થ જીવન વિતાવતા હોય તેમના દ્વારા સંતાન ભેટ મળે તે તેમના પિતા ૭ર દિવસ એક-એક પાંડવો ધર્મરાજ યુધિષ્ઠર, અર્જુન, ભીમ-નકુલ, સહદેવ સાથે વિતાવેે ત્યારે  પ્રથમ પતિએ ૩૬૦ દિવસ ગૃહસ્થ જીવન વિતાવવાનો વારો આવો દ્રૌપદીના સૌંદર્ય અને મોહમાં કૌરવશંના મામા શકુનીની સલાહથી પાંડવો સાથે કૌરવ જૂગાર રમ્યા - કપટ્ટી શંકુનનીની ચાલથી પાંડવો હાર્યા ભરી સભામાં દ્રૌપદીના ચિર ખેંચાણ શ્રીકૃષ્ણે અજ્ઞાનત વાસમાં  દ્રૌપદીનું રક્ષણ કર્યુ.

ગાંધર્વ લગ્ન ગુપ્ત ગણાય છે. પરીવારથી અજાણ હોય આકસ્મીક લગ્ન ગણા અંતરીયાળ સંજોગો ઉપસ્થિત આ લગન થાય. અંતરીયાળ ગણાતા ગાંધર્વ લગ્નમાં કન્યાદાન કે અગ્નિ સાક્ષીએ ફેરા ફરવાનું પણ હોય નહી. ભુદેવની હાજરી પણ હોય  વન વગડામાં અથવા આકસ્મીક સંજોગો ઉભા ત્યારે નજીક  દેવમંદિરમાં મોહીત નર નારી પુષ્પમાળા અસર પરસ દેવમંદિરમાં બિરાજતી મુર્તિ સન્મુખ આ કાર્ય સંપન્ન  થાય છે. કયારેક માત્ર વચન બધ્ધતા મંદિરમાં બીરાજમાન ઇષ્ટમુર્તિ સમથી પ્રત્યક્ષ હાજરી દેવની ગણી તેમની સાક્ષીએ અરસપરસ વચન બધ્ધતા સાથે સ્વીકૃતી નર નારી આપે છે. ગૃહસ્થી જીવનનો પ્રારૈભ સૈયાસુખ સાથે કરે છે. વતનમાં આવતા ગાંધર્વ લગન જાહેર કરી હિન્દુ ધાર્મીક સંસ્કૃત પ્રમાણે જ્ઞાતિ દુલાચાર રિવાજ પરીવારજનોની હાજરીમાં લગ્ન ચોરીના સાત ફેરફાર , અગ્નિસાક્ષીએ ફરે છે. કેટલીક જ્ઞાતીમાં ત્રણ ફેરા નર-કન્યા માવતરે ફરે છે. ચોથો ફેરો પોતાના ગૃહે ફરે છે. અમુક જ્ઞાતિમાં લગન માટે ખાંડુ સ્વરની જગ્યાએ જાય છે. વરરાજા હાજર હોય તો પણ કન્યા હાથમાં ખાંડુ લઇ ત્રણ ફેરા માવતર પક્ષે ફરે જયારે ચોથો ફેરો સ્વસુર ગૃહે પતિ સાથે ચોરીનો અગ્નિ સાક્ષીએ ફરે છે. કેટલી જ્ઞાતિમાં સપ્તપદીના સાત ફેરા ફરવામાં આવે છે. એટલુ જ નહી હિન્દુ સંસ્કૃતી સાથે ધાર્મિક સંસ્કૃતી સાથે ચોરી પાસે ખેતબજાર ક્ષેત્ર પાવતી સ્થાપવા કરવામાં  આવે છે. ફેરા ફરતી વખતે નવદંપતી સ્થાપીત ક્ષેત્રપાલ યાને ખેતલીયા દાદાને જમણા પગનો અંગુઠો અડાડવામાં આવે છે તેનો મતલબ એ થયો કે કુંવારી કન્યા ખેતલ પાર ક્ષેત્રપાલ ભાઇ ગણે છે. વિદાય માંગે છે આ પ્રસંગે ઘરના ઘણી લાંબી છે. ભાવાર્થ ઘણો ગુઢ રહસ્ય  છે.

આ ઉપરાંત વૈદીક વિધીના લગ્ન પણ થાય છે. વર્તમાન સ્થિતી અને સંજોગોમાં આ પ્રથા પર્વતમાન સમય સ્વામી દયાનંદ સરસ્વીતીએ આર્ય સમાજની સ્થાપના યજુર્વેદ ધ્યાનમાં રાખી કરી ત્યારે ચોથા વેદને ધ્યાનમાં રાખેલ. આર્ય સમાજ ઓમ યાને ઓરૂમ અને અગ્નિ પ્રાધાન્ય આપે છે. આર્ય સમાજ મંદીરમાં મુર્તિ સ્થાપના હોતી નથી. પરંતુ યજ્ઞકુંડ હોય છે. યજ્ઞ હવનને મહત્વ છે. માધ્યમ યાને ઓમ છે. આર્ય સમાજ વૈદીક લગ્નતમાં કન્યાદાનને બનાવેલ સ્થાન નથી. પરંતુ કેટલાક પરીવારો રૂઢીગત આર્યસમાજ વૈદીક વીધીથી લગ્ન શરૂઆત કરે ત્યારે કન્યાપક્ષ તરથી કન્યાદાન કરવા દેવામાં આવે છે. વૈદીનું આર્ય સમાજના અગ્નિ અને ઓમ પ્રાધાન્ય છે. આપણા ધર્મ શાસ્ત્રો ચોરીના ફેરા સમય યજ્ઞને પ્રાધાન્ય છે. અગ્નિની સાક્ષીએ સ્વીકૃત કરે છે. આર્ય સમાજને સરકારે માન્યતા આપેલ છે. રજીસ્ટર લગ્ન ગણાય છે.

લીવ ઇન રીલેશન શીપ કરાર સરકારી સ્ટેમ્પ ઉપર કરાય છે. તેની નોંધણી પણ થાય છે નોટરી સમક્ષ પણ નોંધાવે છે. લગ્ન કર્યા વગર પસંદગીના પાત્રો પતિ-પત્નીની જેમ સાથે રહે છે.  સુખ પણ અસરપરસ સંમતી ભોગવે છે તેના દ્વારા વંશ વૃધ્ધી થાય છે પરંતુ આ વંશ વૃધ્ધીની માન્યતા મોટો મુંઝવતો પ્રશ્ન છે. વારસાઇ હક્કમાં અન્ય બાબતમાં તેમજ સ્વીકૃતી મેળવવામાં પણ મોટી તકલીફ રહે છે. પરીવાર સ્વીકારવામાં આનાકાની કરે છે. વંશને પિતાનું નામ મળે પણ કયારે મુશ્કેલી ઉભી થાય છે. લીવ રીલેશન શીપથી ઉત્પન્ન થયેલ બાળક કુદરતી માતા-પિતાની કસ્ટડીનો પ્રશ્ન રહે છે. આ લીવ રીલેશપશીપ કરારનો ગમે ત્યારે આવી પણ શકે છે. ત્યારે સંતાન કસ્ટડીનો પ્રોબ્લેમ યાને મુશ્કેલી રહે છે. સમાજ પણ સ્વીકૃતી માટે વિચારે છે. લીવ  રીલેશનશીપ  કરારમાં શૈયાસુખ હક્કો પણ ગમે ત્યારે અંત પણ આવી શકે છે. કોઇ બાંધી મુદતનો લીવ રીલેશનશીપ કરાર કરે છે. કોઇ બાંધી મુદતના કરાર કરતા નથી ગમે ત્યારે છુટા થઇ શકે ત્યારે સંતાન વંશવૃધ્ધીની સમસ્યા મુશ્કેલી ઉભી કરે છે. માતા-પિતાનું નામ મળેલ હોવા છતા પણ કયારે માતા-પિતાના સંબોંધોમાં શંકાની નજર તીરાડ પડતા જોવાય છે.

(11:29 am IST)