Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓકિસજનની તંગી સર્જાતા અધિકારીઓમાં દોડધામ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૩ :.. સરકારી હોસ્પીટલ ખાતે આવેલ કોરોના હોસ્પીટલમાં ઓકસીજનની ગાડી મોડી પડતા દોડધામ મચી ગઇ હતી.

સાવચેતીના ભાગરૂપે ડે. કલેકટર જી. વી. મીયાણી, મામલતદાર કિશોરભાઇ જોલપરા ટીડીઓ તથા ચીફ ઓફીસર સરકારી હોસ્પીટલના અધિકારી ડો. જયેશભાઇ વેસેટીયન બ્લોક હેલ્થ ઓફીસર ડો. પુનીત વાછાણી, ડો. રાજબેરા, ડો. સુરેન્દ્રસિંહ સેખાવત સહિતનાઓએ તાત્કાલીક મીટીંગ યોજી પરીસ્થિતી અંગે ચર્ચાઓ કરી તાત્કાલીક વધુ બાટલાઓ ભેગા કરેલ અને સામાજીક સંસ્થાઓએ બાટલાઓ આપેલ બાદમાં ઓકસીજન ટેન્કર આવતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

(11:28 am IST)