Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

થાનમાં ૭૬ લાખની લૂંટ ચલાવનાર ત્રણેય આરોપી ઝબ્બે

રોકડ રકમ સીમમાં જઇ ખાતરની થેલીમાં ભરી લીધેલ : બનાવ વખતે પહેરેલા કપડા સળગાવી નાખેલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૩: ગઇ તા.૧૬/૦૪/૨૦૨૧ ના થાનગઢ ગેલ માતાજીના મંદીર સામે વીરલભાઇ હસમુખભાઇ ગાંધી જૈન વાણીયા ઉવ ૩૬ ધંધો આંગડીયા પેઢી મુળ રહે.મહાલક્ષ્મી શેરી, મહાલક્ષ્મી મંદીરની પાછળ, થાનગઢ હાલ રહે.યાજ્ઞિક રોડ, એસ્ટ્રોન ચોક, સમ્યક-ર એપાર્ટમેન્ટ, ફલેટ નંબર-૩, રાજકોટ વાળા શિવશકિત આંગડીયા પેઢી ધરાવતા હોય પોતાના એકસેસ મોપેડમાં પર્પલ રંગના થેલામાં રોકડા રૂપીયા ૭૬,૫૦,૦૦૦/- બે મોબાઇલ ફોન થેલામાં રાખી તે થેલો લઇને તેમની આંગડીયાની ઓફીસે જતા હોય તે દરમ્યાન ગેલમાતાજીના મંદીર સામે પહોંચતા સામેથી અજાણ્યા ત્રણ આરોપીઓ આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના આવેલ અને આ ત્રણેય પૈકી એક અજાણ્યા આરોપીએ ફરીયાદીની આંખમાં મરચાની ભુકી છાંટી ઇજા પહોંચાડતા ફરીયાદી પડી જતા આરોપીઓએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદી પાસે રહેલ રૂપીયા ૭૬,૫૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કી.રૂ.૬૦૦૦/- એમ મળી રૂ.૭૬,૫૬,૦૦૦/-નો મુદામાલ ભરેલ થેલાની લુંટ ચલાવી તેઓ પાસે રહેલ મોટરસાઇકલમાં બેસી નાશી જઇ કરેલ હોય જે અંગે થાનગઢ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૦૨૧૦૧૧૭ ઇ.પી.કો કલમ ૩૯૪, ૧૧૪ મુજબનો રજી. કરવામાં આવેલ છે.

આ ગુન્હાની તપાસના અંતે હીરો કંપનીનું HF ડિલક્ષ મો.સા. જી.જે.-૧૩-એપી-૨૪૭૩ વાળુ લાલ પટ્ટા વાળુ મો.સા. સદરહું લુંટના ગુનામાં વપરાયેલ હોય જેથી આ કામે સદરહું મો.સા. મહેશભાઇ હનુભાઇ સારદીયા રહે.તરણેતર તા.થાનગઢ વાળાના નામે રજી. થયેલ હોવાનું પોકેટકોપથી જાણવા મળતા આ કામે સદરહું લુંટના ગુનામાં વપરાયેલ મો.સા.ના માલીક બાબતે હ્યુમન સોર્સથી મળેલ હકીકત આધારે આ ગુન્હામાં વપરાયેલ મો.સા. રજી. નં. જી.જે.-૧૩-એપી-૨૪૭૩ વાળાના માલીક (૧) મહેશભાઇ હનાભાઇ સારદીયા રહે.તરણેતર તા.થાનગઢ વાળાને રાણીપાટ ગામેથી રાઉન્ડ અપ કરી મજકુરને સદરહું લુંટ બાબતે પુછતા મજકુર ભાંગી પડેલ અને સદર ગુન્હો પોતે તથા તેઓની સાથે (ર) સીગરામભાઇ નાનુભાઇ મકવાણા ત.કોળી હાલ રહે.કપુરવાવ, ગેબીનાથ આશ્રમના બોર્ડ પાસે, ઓરડીમાં તા.થાનગઢ મુળ રહે.રાણીપાટ, તા.મુળી (૩) જુગાભાઇ જીવાભાઇ મકવાણા ત.કોળી રહે.સોનગઢ તા.થાનગઢએ ભેગા મળી ગુનો કરેલાની કબુલાત આપતા મજકુર આરોપી મહેશભાઇ હનાભાઇ સારદીયા પાસેથી કબજામાંથી રોકડા રૂ.૨૧,૧૫૦/- તથા મોબાઇલ ફોન કી.રૂ.૧૦,૦૦૦/- તથા મો.સા. જેના રજી. નં. જી.જે.-૧૩-એએલ-૩૭૯૯ કી.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા કબજે કરેલ છે.

તેમજ આ કામે ખાખરાથળ ગામ પાદરની વાડીએથી બીજા આરોપી સીગરામભાઇ નાનુભાઇ મકવાણા ત.કોળી ઉવ.૨૭ ધંધો-મજુરી રહે.કપુરવાવ પકડી પાડી તેની પાસે રહેલ જુપીટર મો.સા. રજી. નં. જી.જે.-૧૩-એઇ-૧૪૬૧ વાળીની ડેકી માંથી સફેદ કલરની મીણીયાની ખાતર ભરવાની થેલીમાંથી લુંટમાં ગયેલ રોકડા રૂ.૫૧,૪૮,૨૭૦/- તથા મોબાઇલ ફોન કી.રૂ.૧૦,૦૦૦/- તથા મો.સા. કી.રૂ.૨૦,૦૦૦/- મળી આવતા કબજે કરેલ છે.

તેમજ આ કામે સોનગઢ ગામે આરોપી જુગાભાઇ જીવાભાઇ મકવાણા જાતેત.કોળી ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે,સોનગઢને પકડી પાડી તેની પાસેથી લુંટમાં ગયેલ રોકડા રૂપીયા ગાદલામાં સંતાડી રાખેલ જે રૂ.૨૪,૭૫,૧૦૦/- મળી આવતા કબજે કરેલ છે.

આરોપી જુગાભાઇ જીવાભાઇ મકવાણાએ સદરહું ગુનો કરવા માટે તેના કુટુંબી ભાઇ શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા રહે.સોનગઢ તા.થાનગઢ વાળાએ સદર ગુન્હો આચરવા માટે ફરીયાદીશ્રીનો આવવા જવાનો ટાઇમ વિગેરે બાબતે ટીપ આપેલ હોય. જે ટીપ આધારે આરોપી મહેશભાઇ હનાભાઇ સારદીયા તથા સીગરામભાઇ નાનુભાઇ મકવાણા તથા જુગાભાઇ જીવાભાઇ મકવાણા નાઓએ ભેગા મળી જી.જે.-૧૩-એપી-૨૪૭૩ લઇને ગયેલ હતા અને થાનગઢ, રાણા સાહેબના દવાખાના પાછળ, ગેલમાતાજીના મંદીર સામે આંગડીયા પેઢીના માલીકના મો.સા. લઇને આવતા હતા તે દરમ્યાન ફરીયાદીની રેકી કરી, ફરીયાદીશ્રી નીકળતા આરોપી જુગાભાઇ જીવાભાઇ મકવાણાએ ફરીયાદીની આંખમાં મરચાની ભુકી નાખી તેમજ આરોપી સીગરામભાઇ નાનુભાઇ મકવાણાએ ફરીયાદીના એકસેસ મો.સા.ની વચ્ચે પડેલ થેલો આંચકી લઇ આરોપી મહેશે મો.સા. ચલાવી બાકીના આરોપીઓ તેની પાછળ બેસી ગયેલ હોય ત્રણેય ઇસમો મો.સા.માં બેસી પુરઝડપે ચલાવી થાનગઢ, ધોળેશ્વર રેલ્વે ફાટક થઇ નવાગામ રોડ તરફ મો.સા. ચલાવી અમરાપર ગામમાં થઇ સાણકાના નામે ઓળખાતા વીડ વિસ્તારમાં રોકડા રૂપીયા મો.સા. પડેલ ખાતરની થેલીમાં રોકડા રૂપીયા ભરી લઇ ફરીયાદીનો થેલો નાખી દીધેલ ત્યાર પછી થેલો તથા મોબાઇલ ફોન તેમજ ગુનામાં પહેરેલ કપડાની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ સળગાવી દીધેલ. તેમજ ગુનામાં વપરાયેલ મો.સા. રજી. નં. જી.જે.-૧૩-એપી-૨૪૭૩ ની ઓળખ ન થાય તે માટે મોરબી ખાતે કોઇ મિત્રને આપેલાની કબુલાત આપતા સદર ગુન્હો ડીટેકટ થયેલ.

આ કામે આરોપીઓ પાસેથી લુંટમાં ગયેલ રોકડા રૂ.૭૬,૨૩,૩૭૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૨૧,૧૫૦/- મળી રૂ.૭૬,૪૪,૫૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૨૦,૦૦૦/- તથા મો.સા. નંગ-૨ કી.રૂ. ૪૫,૦૦૦/- તથા કુલ રૂ.૭૭,૦૯,૫૨૦/- નો મુદામાલ કબ્જે કરી તપાસ અર્થે થાનગઢ પો.સ્ટે. સોપી આપેલ છે.

ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. સુ.નગર તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા ડાયાભાઇ મગનભાઇ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા ગોવીંદભાઇ આલાભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા ચર્ચાસ્પદ લુંટનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી લુંટમાં ગયેલ મુદામાલ સાથે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે.

(12:22 pm IST)
  • ચોરનું હૃદય પરિવર્તન : મને ખબર નહોતી કે બોટલમાં વેક્સીન છે : માફી માંગુ છું : હરિયાણાની હોસ્પિટલમાંથી ચોરાયેલી 440 વેક્સિનની બોટલ ચોર પાછી મૂકી ગયો access_time 8:02 pm IST

  • ભારતમાં કોરોના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને અમીરાત એરલાઇન્સ 25 એપ્રિલથી દુબઈ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ 10 દિવસ માટે સ્થગિત કરશે access_time 7:57 pm IST

  • દિલ્હીનાં ભાજપ સાંસદ મનોજ તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેઓ હોમ આઇસોલેટ થયા છે. access_time 3:51 pm IST