Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જુનાગઢમાં રેકોર્ડ બ્રેક ૧૦ર નવા કેસઃ જિલ્લામાં ૪ દર્દીના મોત

ર૪ કલાકમાં જિલ્લાના ર૦ર કેસની સામે ૧ર૦ ડીસ્ચાર્જ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩ :.. જુનાગઢમાં ર૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૧૦ર નવા કેસ નોંધાતા શહેરમાં સંક્રમણ ભયજનક રીતે વધવા પામેલ છે.

જુનાગઢ જિલ્લામાં ગુરૂવારે નવા ર૦ર કોવીડ દર્દીનો ઉમેરો થયો હતો. જો કે ૧ર૦ દર્દીને ડીસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતાં.

જુનાગઢ જિલ્લાના કુલ નવા ર૦ર કેસમાં માત્ર જુનાગઢ સીટીના ૧૦ર કેસ હોય શહેરમાં સંક્રમણમાં થઇ રહેલો વધારો યથાવત રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુરૂવારે જિલ્લામાં કુલ ચાર કોવીડ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં. જેમાં જુનાગઢ શહેરનાં બે દર્દી અને કેશોદ તેમજ માળીયા હાટીના વિસ્તારનાં એક - એક દર્દીનો સમાવેશ થાય છે.

જુનાગઢ શહેરના ૭૦ દર્દી જુનાગઢ ગ્રામ્યમાં બે, કેશોદ-૪, ભેંસાણ-૧૧, માણાવદર-માંગરોળ વિસ્તારમાં આઠ-આઠ કોવીડ સાજા થયા હતાં.

જયારે માળીયા-૧, મેંદરડા-૩, વંથલી-૯, અને વિસાવદર તાલુકામાં ૪ કોવીડ પેશન ડીસ્ચાર્જ થયા હતાં.

જયારે સામા પક્ષે જુનાગઢમાં ૧૦ર, જુનાગઢ રૂરલ-૧, કેશોદ-૬૯, ભેંસાણ-માળીયા-બે-બે દર્દી, માણાવદર તાલુકામાં પાંચ, મેંદરડા-૪, વંથલી વિસ્તારમાં ૧૭ દર્દી વધ્યા હતાં.

સદનસીબે ગઇકાલે માંગરોળ અને વિસાવદરમાં એક પણ કેસ નોંધાયો ન હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(10:58 am IST)