Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

વિંછીયા દવાખાનામાં ઓકિસજન મશીનો મૂકાયા

 વિંછીયા : શહેર અને તાલુકાના ગામડાઓમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. કોરોના દર્દીઓને જરૂરી એવો ઓકસીજન ન મળવાને લીધે નાની ઉમરના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ મુશ્કેલી નિવારવા કોરોના મહામારીમાં સેવારત આપાતકાલીન સેવા સમિતિ વિંછીયા દ્વારા વિવિધ દાતાઓના આર્થિક સહકારથી વિંછીયા સરકારી સામુહીક આરોગ્યકેન્દ્રમાં નવા ઓકસીજન મશીનો મુકવામાં આવતા આ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી છે.(તસ્વીર : પિન્ટુ શાહ, વિંછીયા)

(10:55 am IST)