Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

આંગણવાડીના કુપોષિત ૧૩૦ બાળકોને ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા શુધ્ધ ઘી ની ૭૦ કિલો સુખડીનું વિતરણ

ગોંડલ તા.ર૩ : ગોંડલ શહેર ની ૩૯ આંગણવાડી માં ૧ થી ૬ વર્ષ સુધીના કુપોષિત અને અતિ કુપોષિત ૧૩૦ બાળકોને બાળ પોષણ સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા શુદ્ઘ દેશી દ્યી માં તૈયાર કરેલ ૭૦ કિલો સુખડી નું વિતરણ કરવામાં આવ્યું.

દાતાશ્રી બીપીનભાઈ ભટ્ટ મસ્કત વાળા,શાંતાબેન ગજ્જર,પ્રફુલ્લાબેન દાવડા,ત્રિભાવતીબેન પંડ્યા,સરસ્વતીબેન પંડિત,રાજેશ્વરીબેન બીપીનભાઈ ભટ્ટ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના શુભ હસ્તે અને ગોંડલ તા.પં. પ્રમુખ ભાર્ગવભાઈ અંદીપરા, કિશોરભાઈ અંદીપરા ભાજપ અગ્રણી,સંજય ઠાકર ટીડીઓ, તાલુકા આઇસીડીએસ અધિકારી,સુપ. પિન્ટુબેન દવે ના શુભેચ્છાથી ગોંડલ ની ૩૯ આંગણવાડી ના કુપોષિત અને અતિકુપોષિત ૧૩૦ બાળકો ને શુદ્ઘ દેશી ઘી ની ૫૦૦ - ૫૦૦ ગ્રામ સુખડી ભેટ આપવામાં આવી.

આ શુદ્ઘ દેશી ઘી ની સુખડી ૧૩૦ બાળકોને દર ૧૫ દિવસે ૬ મહિના સુધી આપવામાં આવશે. પરમ પૂ.સદ્દગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજની ૧૦૦ મી જન્મ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી અન્વયે આ બાળકોને પ્રસાદી પ્રાપ્ત થયેલ છે.

આ ૧૩૦ કુપોષિત બાળકોને દર ૧૫ દિવસે ૫૦૦ - ૫૦૦ ગ્રામ પૌષ્ટિક સુખડી આપવાનું આયોજન કરવામાં આવેલ છે.જે દાતાઓના સહયોગ થી પૂર્ણ કરવામાં આવશે.

ગોંડલ શહેરની ૩૯ આંગણવાડી ના ૧૩૦ કુપોષિત બાળકોને એક સાથે સુખડી પહોંચાડવાના કાર્યમાં હિતેશભાઈ દવે,રજનીશ રાજપરા,જતન દવે,દિવ્યેશ સાવલિયા,કિરણબેન દવે,બ્રિજેશ માલવીયા, વગેરેએ જહેમત ઉઠાવી સફળતા પૂર્વક સુખડી વિતરણ કાર્ય માં ઉમદા સહયોગ આપેલ છે.હવે પછી આગામી સુખડી વિતરણ ના દાતા શ્રી બીપીનભાઈ ભટ્ટ તથા સદ્દગુરુદેવશ્રી ના કૃપાપાત્ર શિષ્ય તરફથી તેમજ વિજયભાઈ વી.ભાલાળા શિક્ષક સવપ નો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

સમગ્ર આયોજન અને કાર્ય ની રુપરેખા સફળતા પૂર્વક સંપન્ન કરવાની જવાબદારી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,યોગેશભાઈ દવે,પિન્ટુબેન દવે આઇસીડીએસ સંભાળી રહ્યા છે.

(10:53 am IST)