Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ટંકારાના વીરપર નજીક ટ્રક અને ટ્રેકટર અથડાયા : ટ્રેકટર પલટી જતા ચાલકને ઇજા

ટંકારા - મોરબી તા. ૨૩ : ટંકારાના વીરપર ગામ નજીક ટ્રક અને ટ્રેકટર અથડાયા હોય જે બનાવમાં ટ્રેકટર પલટી ખાઈ જતા ટ્રેકટરચાલકને પગમાં ઈજાઓ પહોંચી હોય જે બનાવ મામલે ફરિયાદ નોંધી ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના જેપુર ગામના રહેવાસી ભરતભાઈ નરભેરામભાઈ દલસાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાનું ટ્રેકટર જીજે ૦૩ એલ ૩૦૫ લઈને જતા હોય ત્યારે મોરબી રાજકોટ હાઈવે પર વીરપર ગામ નજીક ટ્રક જીજે ૦૩ બીવી ૫૧૬૦ ના ચાલકે ટ્રેકટરની સાઈડ કાપી સાઈડમાંથી ઠોકર મારતા ટ્રેકટર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ભરતભાઈ દલસાણીયાનો જમણો પગ ટ્રેકટરના મોટા વ્હીલમાં નીચે આવી જતા ઈજા થઇ હતી ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(10:07 am IST)