Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોરબીમાં દીકરીના જન્મદિવસ પ્રસંગે કોવીડ સેન્ટર માં આર્થિક સહાય અને ૧૦૦ રેપીડ કીટ અર્પણ

મોરબી : કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોરબીના યુવા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા અને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાની દીકરી રાગી નો આજે જન્મદિવસ હોય જે પ્રસંગની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

આજે રાગીના જન્મદિવસ પ્રસંગે યુવા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા કોરોના મહામારીમાં વિવિધ સમાજ દ્વારા કોરોના કેર સેન્ટર ચાલી રહ્યા છે જે તમામ કોવીડ સેન્ટરમાં રૂ ૧૧,૧૧૧ ની આર્થિક સહાય તેમજ ૧૦૦ રેપીડ કીટ આપી કોરોના મહામારી સામેના જંગમાં અનેરું યોગદાન આપ્યું હતું અને દીકરીના જન્મદિવસ પ્રસંગની સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરવામાં આવી હતી

(10:05 pm IST)