Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જુનાગઢ માવતરે રહેતી રૂચી ખખ્ખરની રાજકોટ સ્થિત પતિ વિરૂધ્ધ ફરિયાદ

દાદીજી સાસુના અવસાન પછી પણ તેમના બેંક ખાતાનો ઉપયોગ થયો!

રાજકોટ તા. ૨૪: જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર મારૂતિ એપાર્ટમેન્ટમાં હાલ માવતરે રહેતાં રૂચી નંદન ખખ્ખર નામના પરિણીતાએ રાજકોટ રહેતાં પતિ સહિતના વિરૂધ્ધ મૃત વ્યકિત પ્રભાબેન મગનલાલ ખખ્ખરના બેંક ખાતા, બેંક ડિપોઝીટ્સ અને તમામ નાણાકીય અસ્કયામતોનો દૂરવિનીયોગ કરવા સબબ પગલા લેવા રજૂઆત કરી છે. આ અંગે પોલીસ કમિશનર તથા પ્ર.નગર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે.

રૂચી ખખ્ખરે રજૂઆતમાં જણાવ્યું છે કેે મારા લગ્ન ૮/૧૨/૧૪ના રોજ રાજકોટ રામકૃષ્ણનગર હરેરામ હરેકૃષ્ણ મકાનમાં રહેતાં નંદન રાજેશભાઇ ખખ્ખર સાથે થયા છે. હું ૧૯/૧/૧૬થી મારા પિયરે જુનાગઢમાં રહુ છું અને પતિ-સાસરિયા સામે ત્રાસની ફરિયાદ જુનાગઢ પોલીસ મથકમાં નોંધાવી છે. તેમજ ફેમિલી કોર્ટમાં દાતો કરતાં મને દર મહિને રૂ. ૮૦૦૦ ભરણ પોષણ પતિ તરફથી મળવા હુકમ થયો છે. મારા દાદીજી સાસુ પ્રભાબેન મગનલાલ ખખ્ખર તા. ૨૨/૯/૧૬ના રોજ ગુજરી ગયા છે. મારા દાદીજી સાસુ તથા મારા પતિનું જોઇન્ટ એકાઉન્ટ એસબીઆઇ જાગનાથ પ્લોટમાં હતું. જેમા઼ ઓવર ડ્રાફટની લિમીટ રૂ. ૧૨,૩૭,૦૦૦ છે. દાદજી સાસુ ગુજરી ગયા પછી બેંકના નિયમ મુજબ તેના બેંક ખાતા બંધ થઇ જવા જોઇએ તેમજ ઓવરડ્રાફટનો કોન્ટ્રાકટ પણ ૨૨/૯થી રદબાતલ ગણાય.

જો કે સહખાતેદારે આ બાબતે બેંકને જાણ ન કરી છેતરપીંડી કરી છે અને આ ખાતાનો ઉપયોગ કરી ચેકથી વ્યવહાર કર્યા છે. છેલ્લે રૂ. ૨૨ હજાર માધવ પોબારૂ દ્વારા ઉપાડવામાં આવ્યા છે. માધવ મારા દાદીજી સાસુના દિકરીનો દિકરો છે. જે બનાવટી સહીથી તેણે નાણા ઉપાડ્યા છે. આ ઉપરાંત   હાઇવેલ્યુના શેર પણ પ્રભાબેન ખખ્ખરના નામના લાગ્યા હતાં તે ખાતામાંથી ડેબીટ થયા છે. તે હયાત ન હોવા છતાં તેના નામની અરજી થઇ છે. જે ગેરકાયદસેર ગણાય. પ્રભાબેનના અવસાન પછી પણ તેના ખાતાનો ઉપયોગ થયાની અરજી અમે બેંકને પણ કરી છે. બેંક તરફથી કોઇ કાર્યવાહી ન થતાં અમે પોલીસને અરજી કરી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવા અમારી માંગણી છે. તેમ વધુમાં રૂચી ખખ્ખરે જણાવી તપાસની માંગણી કરી છે. પોલીસે રૂચી ખખ્ખરનો જવાબ નોંધી તપાસ આગળ વધારી છે.

(4:07 pm IST)