Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મોરબીમા મતદાન કરતા રાજકોટ બેઠકના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા પૂર્વ ધારાસભ્ય કાંન્તીભાઇ અમૃતિયા

મોરબીઃ  દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે જેમાં આજે ત્રીજા ચરણમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરુ થઇ ચુકયું છે મોરબીમાં પણ મતદારો મતદાન શરુ થતા પૂર્વે જ લાઈનો લગાવી હતી અને વહેલી સવારથી મતદાન શરુ કર્યું છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા મોરબીના રહેવાસી હોય જેઓ મોરબીની નીલકંઠ વિધાલય ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમને પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો ગત વખત કરતા વધુ લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો તે ઉપરાંત આ જ મતદાન મથક પરથી પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ પણ મતદાન કર્યું હતું. (તસ્વીરઃ અહેવાલઃ પ્રવિણ વ્યાસ, મોરબી)

(4:06 pm IST)