Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ખંભાળિયામાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ કર્યું મતદાન

 જામનગર - ખંભાળીયા : ખંભાળિયાના મૂળ વતની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના પ્રેસીડેન્ટ તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી આજરોજ સવારે લોકસભાની ચૂંટણીના મતદાન અર્થે ખંભાળીયામાં ખાસ આવ્યા હતા. તાલુકા પંચાયત કચેરીના બુથ નં. ૧૨૯માં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દર વખતે લોકસભા - વિધાનસભાની ચૂંટણી સમયે પરિમલભાઇ નથવાણી અહીં ખાસ ઉપસ્થિત રહે છે અને મતદાન કરી આમ જનતાને મતદાન કરવા માટેની પ્રેરણા પુરી પાડે છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી - જામનગર, કૌશલ સવજાણી - ખંભાળીયા)

(4:06 pm IST)