Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચૂંટણી બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને છરી ઝીંકી

જસદણના લીલાપુરમાં નશામાં ધૂત બની હુમલો કર્યાની ઘટના

 આટકોટ, તા. ર૩ :  જસદણ તાલુકાના લીલાપુરમાં ચૂંટણી ફરજમાં આવેલા પોલીસ કોન્સ્ટેબલને નશામાં ધુત સરપંચે છરી ઝીંકતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જસદણના લીલાપુરમાં મતદાન મથક નજીક ગાંઠીયા પાર્ટી રાખવામાં આવી હતી.

જયાં રાડારાડ થતી હોવાથી ચૂંટણીના મતદાન બુથમાં ફરજ ઉપર મુકાયેલા કોન્સ્ટેબલ બકુલ કાનભાઇ વાસાણીએ આ ગાંઠીયા પાર્ટીમાં રાડારાડ કરવાની ના પાડી હતી.

આ બનાવની જાણ થતા જસદણ પી.આઇ.એ શ્રી વાણીયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ કોન્સ્ટેબલને સારવારમાં ખસેડયા હતા.

જેથી નશામાં ધુત સરપંચ રમેશ વરજી રામાણીએ પોલીસ કોન્સટેબલ બકુલ વાસાણી સાથે માથાકુટ કરીને છરી ઝીંકીને નાશી છુટ્યો હતો.

જયારે છરી ઝીંકીને નાશી છુટેલ સરપંચ રમેશ રવજી રામાણી નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જયારે અન્ય એક શખ્સ લાલજી ભીખાભાઇ કાકડીયાની ધરપકડ કરી છે.

(4:05 pm IST)