Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચોટીલા પંથકમાં મતદાનઃ કિન્નર સમાજે મત આપી મહાદાનનો સંદેશ

ચોટીલા, તા.૨૩: ચોટીલા પંથકમાં વહેલી સવારથી શાંતિ પૂર્ણ મતદાન શરૂ કર્યુ હતું. ચોટીલા થાનગઢ મૂળી વિધાનસભા હાર જીત પામેલ બંન્ને પક્ષના આગેવાનોએ મતદાન કરી ફરજ અદા કરેલ હતી.

કિન્નર સમાજે મતદાન કરી મહાદાનનો સંદેશ આપ્યો હતો. ચોટીલા થાન મૂળી પંથકમાં શહેર કરતા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારમાં મતદાતાની લાગી કતારો જોવા મળેલ હતી ચૂંટણીનાં મહાપર્વમાં ઝાલાવાડમાં નિરુત્સાહી વાતાવરણમાં વહેલી સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયેલ જેમા પ્રથમ બે કલાકમાં શહેર કરતા ગામડાઓમાં મતદાતાઓની કતારો જામેલ હતી ચોટીલા વિધાનસભાનાં ભાજપ કોગ્રેસ બંન્ને પક્ષના હાર અને જીતેલા ઉમેદવારોએ મતદાન કરેલ યાત્રાધામ ચોટીલામાં કિન્નર સમાજ પણ વસવાટ કરે છે જેઓએ પણ મતદાન કરીને સુદ્રઢ લોકતંત્ર માટેની ફરજ અદા કરી દરેક નાગરીકોએ મતદાન કરવુ જરૂરી છે તેવો સંદેશ આપેલ હતો.

ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મતદાન બાદ જણાવેલ કે લોકો ઉત્સાહ પૂર્ણ મતદાન કરી રહ્યા છે અને બધા સાથે મળી દેશમાં સારી રીતે સરકાર ચલાવે તેવા જુથને ચૂટી મોકલશે.(તસ્વીરઃજીજ્ઞેશ શાહ)

(3:50 pm IST)