Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના બે કાર્યકરો રૂ. ૩.૩૧ લાખની રોકડ અને દારૂની બોટલ સાથે ઝડપાયા ?

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૩ :. આજે જૂનાગઢ-ગીર સોમનાથ લોકસભાની ચૂંટણી યોજાઈ છે. જેના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના નજીકના કાર્યકરો રૂ. ૩.૫૦ લાખ રોકડા અને દારૂની બોટલ સાથે ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાના નજીકના ગણાતા કાર્યકરને મતદાનના દિવસે પોલીસે ૩.૩૧ લાખ રોકડા અને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. ભાજપના બે કાર્યકરોને પોલીસે ઉઠાવીને કાર્યવાહી શરૂ કરતા જ ભાજપના આગેવાનોએ પોલીસને સમજાવવા ધમપછાડા શરૂ કરી દીધા હતા. આ બનાવના પગલે જૂનાગઢમાં ભારે ચકચાર મચી ગઈ છે.ઙ્ગ

ઙ્ગજૂનાગઢ ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિશ્વાસુ અને નજીકના ગણાતા જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા રવિ અતૂલભાઈ વ્યાસ અને તેનો મિત્ર સંજય ભુલાભાઈ નામના બે શખ્સો મતદાનના દિવસે જૂનાગઢ 'એ' ડીવીઝન પોલીસ વિસ્તારમાંથી કારમાં પસાર થતાં હતા.

ઙ્ગદરમિયાન પોલીસે રવિની કારની તલાશી લેતા તેના કબ્જામાંથી પોલીસે ૩.૩સ લાખ રોકડ અને વિદેશી દારૂની ૫૦૦ એમએલની બોટલ તથા સંજયના કબ્જામાંથી ૨૯.૨૦૦ રોકડા મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે આ બન્ને ભાજપના કાર્યકર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.ઙ્ગ

ઙ્ગઆ વાતની જાણ થતાં ભાજપના આગેવાનો પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને બન્ને કાર્યકરોને છાડવવા માટે રીતસરના ધમપછાડા શરૂ કર્યા હતા. પરંતુ પોલીસે રાજકીય માથાઓને મચક આપી ન હતી. બીજી બાજુ રાજેશ ચૂડાસમાના અંગત ગણાતા કાર્યકર કાનૂનના સકંજામાં સપડાયાના બનાવથી જૂનાગઢ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

રાજેશ ચુડાસમાના માણસો નથી, તેમ છતા તપાસ ચાલુ છેઃ પોલીસ વડા સૌરભસિંઘ

જૂનાગઢ, તા. ૨૩ :. આ અંગે જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે અકિલાને જણાવ્યુ હતુ કે, આ અંગે પોલીસમાં ફરીયાદ થઈ છે, પરંતુ રાજેશ ચુડાસમાના માણસો હોવાની વાત ભાજપના આગેવાનો તથા રાજેશ ચુડાસમા પણ નકારે છે. તેમ છતાં 'એ' ડિવીઝન પોલીસ ટીમ આ પ્રકરણમાં તપાસ કરે છે

(3:47 pm IST)