Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

બોટાદ ગૌરક્ષા સમિતી પ્રદેશ સંગઠન મંત્રી દ્વારા પ૦ ગૌરક્ષકોની નિમણૂંક

બોટાદ તા.૨૩: ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા ગૌરક્ષા સમિતિમાં ભામોદરાનાં કુલદિપભાઇ ખુમાણને સાવરકુંડલા તાલુકા પ્રમુખ તરીકેની નિમણૂંક કરેલ અને કુલદીપભાઇ ખુમાણ સાથે આવેલ ૫૦(પચાસ) ગૌરક્ષકોની નિમણૂંક કરવામાં આવતા ગુજરાતભરના ગૌરક્ષકોમાં દિવાળી-દશેરા જેવા આનંદનો માહોલ સર્જાયેલ અને બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા એકાવન હજાર (૫૧૦૦૦)થી વધારે ગૌરક્ષકોની નિમણૂંક કરી ચૂકયા છે. અને સામતભાઇ જેબલીયા અને તેમને નિમણૂંક કરેલ ગૌરક્ષકોની ફોજ દ્વારા ગુજરાતભર માંથી કતલખાને જતા એકવીર હજાર (૨૧૦૦૦) ઉપરાંત અબોલ પશુ (ગૌવંશ) બચાવી બ્રેક રેકોર્ડ કામગીરી કરી ચુકેલ બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની આવી ગૌરક્ષાની શુભ કામગીરીથી ભારતભરના સંતો-મહંતો સામાજીક, ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને ખુદ જગતગુરૂ શંકરાચાર્યજી મહારાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ સામતભાઇને સન્માનપત્રો અને શિલ્ડમેડલો આપી સન્માનીત કરેલ છે.

ગૌરક્ષક સાતમભાઇ જેલબીયાના મો. ૯૮૨૪૩ ૯૦૧૩૩ ઉપર જાણ કરવી. ફોન કરનાર (બાતમીદાર) ચાહે તો પોતાનું નામ ગુપ્ત રાખવામાં આવશે. અને ગુજરાતભરના ગૌરક્ષકોએ પોતાના શહેર, ગામ, જિલ્લામાં સતત કાર્યરત રહી ધાર્મિક તહેવારો અને પર્યુષણપર્વ જેવા તહેવારો પ્રસંગે કતલખાના બંધ રખાવી માસ મટનના વ્યાપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કલેકટરશ્રી તથા મામલતદારશ્રી તથા ઉચ્ચ પોલીસ અધિકારી અને નગરપાલિકાના ચિફ ઓફિર વિગેરે લાગતા વળગતા અધિકારીશ્રીઓને આવેદનપત્ર પાઠવવામાં આવે છે.(૧.૨)

(3:12 pm IST)