Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ડાંગના ધુબડિયા ગામે વિરોધ : પડતર માંગણીઓ પૂરી ન થતા મતદાનનો બહિષ્કાર કર્યો :તંત્ર દોડ્યું

નર્મદામાં 314 ગામના આદિવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

ડાંગના ધુબડીયા ગામે પણ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ લોકોએ ગામની પડતર માંગણીઓ પૂરી ન થતા મતદાનનો બહિષ્કાર કર્યો છે. જેને પગલે સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

   નર્મદામાં આદિવાસીઓએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર નર્મદામાં 314 ગામના આદિવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામોમાં પોતાની સ્વતંત્ર ગ્રામપંચાયત ન આપતા આદિવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. તેઓ છેલ્લા 6 મહિનાથી આ માંગ કરી રહ્યા છે, ત્યારે આજે 314 ગામોના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસીને વિરોધ કરી રહ્યાં છે.

(12:17 pm IST)