Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જામકંડોરણા ખાતે મંત્રી જયેશભાઇ રાદડિયાએ વરરાજા સાથે આવી મતદાન કર્યું : લોકશાહીનું મોટુ પર્વ

જામકંડોરણા ખાતે પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ વરરાજા સાથે મતમથકે આવી મતદાન કર્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૨૩ : લોકસભા ૨૦૧૯ સામાન્ય ચૂંટણીના આજના મતદાન દિવસે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા એ મતદાતા તરીકે નીતેમની ફરજઙ્ગ તેમના વતન જામકંડરણામાં તાલુકા શાળા બુથ મતદાન ૫૮માં વહેલી સવારે આઠ વાગ્યે મતદાન કર્યું હતું.

અને પ્રતિક્રિયા આપતા કહેલું કે આજેઙ્ગ ચૂંટણી અને મતદાન એ લોકશાહી નું મોટુંઙ્ગ પર્વ છે મતદાન કરી મતદાતા તરીકે ની ફરજ દરેક નાગરિકે અદા કરવા હંમેશા આગળ રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા જામકંડોરણાના અક્ષય કોયાણી નામના વરરાજાની સાથે મતદાન મથકો પર પહોંચ્યા હતા.અને જેમના આજે લગ્ન છે તેવાઙ્ગ વરરાજા અક્ષયઙ્ગ કોયાણી ની સાથે રહીને જામકંડોરણાતાલુકા શાળા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરેલ હતું.

(12:02 pm IST)