Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને તેમના પત્નીએ મતદાન કર્યુ

 મોરબી, તા.૨૩: આજે લોકશાહીના મહાપર્વનો દિવસ હોય ત્યારે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકશાહી પર્વને દીપાવી રહ્યા છે વહેલી સવારથી જ મતદારો લાઇનો લગાવી લોકશાહીને શોભે તેવો માહોલ ખડો કર્યો છે ત્યારે મોરબીના ધારાસભ્યએ પણ પોતાના વતનમાં પહોંચીને મતદાન કર્યુ હતું.

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ આજે પોતાના વતન ચમનપર ગામે પહોંચીને સવારે મતદાન કર્યુ હતું. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે પોતાના વતન ચમનપર ગામે પહોંચીને સવારે મતદાન કર્યુ હતું. ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને તેમના પત્ની સુશીલાબેને માળીયાના ચમનપર ગામે પ્રથમ મતદાન કર્યુ હતું અને તમામ મતદારોએ મતદાન કરવા અપીલ કરી હતી.

(12:01 pm IST)