Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પોરબંદર પાસે બેઠા પુલ ઉપરથી ટ્રક ખાબકયોઃ ડ્રાઇવરને ઇજા

પોરબંદર તા. ર૩: પોરબંદર અને ખંભાળા રોડ ઉપર બાબરા પાસે પોરબંદર તરફ આવતો ટ્રક બેઠા પુલ ઉપરથી ખાબકતા ડ્રાઇવરને ઇજા થતાં નજીકની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે. આ બેઠા પુલની રેલીંગ તુટેલી હોય ટ્રક પુલ નીચે ખાબકયો હતો.

પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં અન્ય બેઠા પુલોના કામ નબળા હોવાની લાંબા સમયથી ફરિયાદો છે તંત્રને રજુઆતો કરવા છતાં ધ્યાન અપાતું નથી સોઢાણા પાસે બેઠા પુલની રેલીંગ તુટેલી છે. અકસ્માત થાય તે પહેલા રેલીંગ રીપેર કરવા માંગણી ઉઠી છે.

(11:54 am IST)