Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ગઢડા તાલુકાના હોળાયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર, તા.૨૩: અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચુંટણીમાં ગુજરાત પ્રોહીબીશન એકટની કડક અમલવારી થાય તે અંગેની સુચના આપી હતી.

જે અંગે એલ.સી.બી બોટાદના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામીની સુચના મુજબ એલ.સી.બી.ના હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરીનાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ડી.એમ.ત્રિવેદી તથા હેડ.કોન્સ ભગવાનભાઇ શામળાભાઇ ખાંભલા તથા હેડ કોન્સ. લક્ષ્મણદેવસિંહ ચુડાસમા તથા હેઙ. કોન્સ. જીજ્ઞેશભાઇ દંગી તથા પો.કો.ન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા હેડ કોન્સ. વનરાજભાઇ વિશૂભાઇ બોરીચા તથા તરૂણભાઇ દાદુભાઇ ખોડીયા તથા પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ નાઓએ હોળાયા ગામના અમકુભાઇ રણુભાઇ બોરીચાનાઓની હોળાયા ગામ થી ગાળા ગામ તરફના રસ્તે આવેલ વાડીએથી એપીસોડ કલાસીક વ્હીસ્કી બ્લેન્ડેડ વીથ ઇમ્પોર્ટેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૪ ની કિ.રૂ.૨૮,૨૦૦/-ની મળી આવતા આ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવેલ છે અને ગઢડા પોલીસ સ્ટેશનમાં હોળાયા ગામના અમકુભાઇ રણુભાઇ બોરીચા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ બોટાદ એલ.સી.બી. ચલાવી રહેલ છે.

(11:48 am IST)