Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મોટી પાનેલીમાં નેત્રયજ્ઞ

મોટી પાનેલી, તા. ર૩ :  શુક્રવારના શ્રી લોહાણા મહાજન વાડીમાં વિભાગ નંબર-૨ માં  સવારના-૯ કલાકથી બપોરના-૧૨  સુધી નિઃશુલ્ક (વિનામૂલ્યે) નેત્ર નિદાન કેમ્પ તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજનમાંનેત્રનિદાન કેમ્પ માં સ્વ. કાંતિલાલ મોહનલાલ નથવાણી (ભુપતભાઈ) ની સ્મૃતિમાં (ઈશા સિલેકશન) તથા રણછોડદાસબાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ રાજકોટમાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ઓપરેશન કરવામાં આવે છે.

બીજા કેમ્પ દંતયજ્ઞ માં રાજકોટના ડોકટર દ્વારા આયુર્વેદિક પદ્ઘતિથી દંતયજ્ઞ, દંતચિકિત્સા અને દાંતની બત્રીસી નો કેમ્પ જેમાં દર્દીને આયુર્વેદિક પદ્ઘતિથી હલતા, દુખતા બિનજરૂરી દાંત ઇન્જેકશન કે દવાઓ વગર જાલંધર બંધ પદ્ઘતિથી વિનામૂલ્યે દાંત કાઢી આપવામાં આવશે તથા નજીવા દરે બત્રીસી બનાવી આપવામાં આવશે.

આ નિઃશુલ્ક (વિનામૂલ્યે) નેત્ર નિદાન કેમ્પ તથા દંતયજ્ઞ કેમ્પ નો લાભ લેવા  પ્રફુલભાઈ શિંગાળૉં-૯૪૨૯૯ ૦૮૯૧એ  દરેક જનતાને અપીલ કરેલ છે.

(11:46 am IST)