Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વિંછીયામાં કુંવરજીભાઇ અને કમળાપુરમા ડો. બોઘરાએ મતદાન કર્યું

રાજકોટ-જસદણઃ લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અનવ્યે આજે મતદાનના દિવસે ૧૦-રાજકોટ લોકસભા મતદાર વિભાગમાં જસદણ તાલુકાના વિંછિયા તાલુકા મથકની અજમેરા કુમાર પ્રાથમિક શાળામાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સવારે મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ બજાવી હતી. આ ઉપરાંત કમળાપુરમાં ડો. ભરતભાઇ બોઘરાએ સજોડે મતદાન કર્યુ હતુ. સવારે વિંછિયામાં મોટી સંખ્યામાં  મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. વિંછિયામાં મોટી લાઇનોમાં ભાઇઓ, બહેનો, વૃધ્ધો, યુવાનો મતદાન માટે આવી પહોંચ્યા હતા. વિંછિયામાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં આવ્યું હતું. મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ આવ્યું હતું. મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિંછિયા તાલુકા મથકના આસપાસના ગામોમાં પણ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે સવારથી જ ઘરની બહાર નિકળી ગયા હતા. લોકશાહીને ઉજાગર કરવા વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. શાંતીપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા ચૂસ્ત અને કડક ચાંપતો સુરક્ષાના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.(તસ્વીરઃ અહેવાલઃ વિજય વસાણી આટકોટ- ધર્મેશ કલ્યાણી જસદણ, તથા પારૂલ આડેસરા યાજ્ઞિક-માહિતી ખાતુ રાજકોટ)

(11:45 am IST)