Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ધોરાજી લાયન્સ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ :

ધોરાજીઃ ગેલેકસી ચોક ખાતે લાયન્સ કલબના ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક ગવર્નર ચંદ્રકાન્ત દફતરીની હાજરીમાં પક્ષીઓને પીવાના પાણીના કુંડાઓ અને ચણની ડિસોનું તેમજ બહેનોને અનાજની કીટોનું રાહત દરે વિતરણ કરાયું હતું. આ તકે લાયન્સ કલબના ધોરાજીના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા તથા લાયન્સ પરિવારે ડિસ્ટ્રીક ગવર્નરનું સન્માન કરેલ અને ચંદ્રકાન્ત દફતરીના વરદ હસ્તે અનાજની કીટો અને ડસ્ટબીનોનું વિતરણ કરેલ ચંદ્રકાન્તભાઇ દફતરીએ ધોરાજી લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા તથા લાયન્સ પરિવારની સેવાઓને બિરદાવી દલસુખભાઇ વાગડીયા મંત્રી ડો. દિપકભાઇ સોજીત્રા, ખજાનચી જનકભાઇ હિરપરા સહિતના લાયન્સ કલબ પરિવાર આ સેવાકીય પ્રવૃતિઓમાં હાજર રહેલ હતા. અનાજ કિટ વિતરણની તસ્વીર.

(11:44 am IST)