Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સુરેન્દ્રનગર ૪૨.૮, અમરેલી ૪૨.૦, ઇડર ૪૧.૬, રાજકોટ ૪૧.૫ ડિગ્રી, તાપમાન

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો ઉંચો ચડવા લાગ્યો છે. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

આજે રાજયમાં સૌથી વધુ મહતમ તાપમાન સુરેન્દ્રનગર ૪૨.૮, અમરેલી ૪૨.૦, ઇડર ૪૧.૬, રાજકોટ ૪૧.૫, વડોદરા અને ભુજ ૪૧.૪, ગાંધીનગર ૪૦.૫, અમદાવાદ ૪૦.૨, ડિસા ૪૦.૦, પોરબંદર અને મહુવા (સુરત) ૩૯.૬, સુરત ૩૯.૪ વલ્લભ વિદ્યાનગર ૩૯.૧, ન્યુ કંડલા ૩૭.૧, વેરાવળ ૩૩.૯, અને દ્વારકા ૩૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

(7:35 pm IST)