Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગોંડલ ગંગાજળીયા પરિવાર દ્વારા કથાઃ સપ્તાહ સંપન્ન

 અંબા સિધ્ધાર્થનગર આશાપુરા ચોકડી ગોંડલ ખાતે ગંગાજળીયા ભાગવત સપ્તાહનું આયોજન થયેલ. ધર્મોત્સવમાં કૃષ્ણ જન્મ, રૂક્ષ્મ્ણી વિવાહ, રામ જન્મ, રામ વિવાહ, સુદામા ચરિત્ર તથા અન્ય પ્રસંગો આસ્થાભેર ૈઉજવાયેલ હતા. કથાકાર અરૂણબાપુ દુધરેજીયાએ ભાવવાહી શૈલીમાં કથા શ્રવણ કરાવેલ છે. પૂં. સંતમુળદાસબાપુ રામમઢી તથા અન્ય સંતો, મહંતોએ પધારી શોભામાં અભિવૃધ્ધિ કરેલ.

આ ધર્મોત્સવ સફળ બનાવવા આત્મારામ રામદાસ ગંગાજળીયા, રાજેશભાઇ, ચમનભાઇ, રાજેશભાઇ રામભાઇ દુધરેજીયાએ જહેમત ઉઠાવેલ.આયોજન લાભુબેન પી. ગંગાજળીયા તથા ગંગાજળીયા પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું. તેમ તુલસીદાસ ગોંડલીયા (મો. ૯૯૭૯૪ ૬૯૫૯૯)ની યાદીમાં જણાવાયું છે.

(4:22 pm IST)
  • વોલમાર્ટ સાથે ૧૨ અબજ ડોલરમાં ફલીપકાર્ટે સોદો કર્યો access_time 4:48 pm IST

  • કર્ણાટક ભાજપમાં વિરોધ ફાટી નીકળ્યો: યેદીયુરપ્પાના પુત્રનેટિકિટ નહિ અપાતા રોષ : બેગલુરુ :કર્ણાટક ભાજપના વિરોધ ફાટી નીકળ્યો છે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર યેદીયુરપ્પાના પુત્રને ભાજપની ટિકિટ નહીં અપાતા ભારે વિરોધ ફાટી નીકળ્યો છે.તેના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે access_time 9:26 pm IST

  • ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથને મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે access_time 4:50 pm IST