Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જેતપુરની જીરા ભરેલ ટ્રક લુંટનો આરોપી હથિયાર સાથે પકડાયો

રાજકોટ તા.૨૩: જેતપુર પાસે જીરા ભરેલ ટ્રકની લુંટ કેસમાં સંડોવાયેલ આરોપીને હથિયાર સાથે જુનાગઢ એલસીબીએ ઝડપી લીધો હતો.

જુનાગઢ રેન્જ આ.પી.જી. ડો. રાજકુમાર પાંડીયન તથા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાએ ગે.કા. હથીયારો ધરાવતા ઇસમો અંગે જરૂરી માહિતી મેળવી તેઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે જુનાગઢ ક્રાઇમ બ્રાંચના ઇ.ચા. પોલીસ ઇન્સ.આર.કે. ગોહિલનાં માર્ગદર્શન હેઠળ પો. કોન્સ શાહીલભાઇ શમાને મળેલ બાતમી હકીકત આધારે જુનાગઢ તાબાના આંબલીયા ગામમાં રહેતા ઇબ્રાહિમ ઉર્ફે ભીખુ આમદભાઇ સીડા જાતે ગામેતી ઉ.વ. ૪૦ વાળાને ગઇ રાતનાં સમયે આંબલીયા ગામના પાદરમાં આવેલ શંકર મહાદેવના મંદિર નજીક પાણીના અવેડા પાસે લાયસન્સ વગરનાં ગેરકાયદેસર તમંચો નંગ -૧ કિ. રૂ. ૫,૦૦૦/- તથા કાર્ટીસ નંગ -૭ કિ રૂ. ૭૦૦/- મળી કુલ કિ રૂ. ૫,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી સધન પુછપરછ કરતા મજકુરે પોતાના મિત્રો સાથે આજથી આશરે ચારેક દિવસ પહેલા જેતપુર નજીક હાઇવે ઉપર આ હથીયાર બતાવી જીરૂ ભરેલ ટ્રકની લુંટ કરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી આ હથીયાર પોતાનાં કબજામાં ગે.કા. રીતે રાખવા બાબતે મજકુર વિરુધ્ધ જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં ધોરણસર ગુન્હો દાખલ કરાવી ઉપરોકત લુંટમાં સંડોવાયેલ તેના અન્ય સાગરીતોને પકડી પાડવા હજુ પણ સધન તપાસ ચાલુ  રાખેલ છે.

આ કાર્યવાહીમાં એલસીબીના પો.હેડ કોન્સ. શબીરખાન બેલીમ, ભરતભાઇ સોનારા, હિતેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. શાહીલભાઇ શમા, રોહિતભાઇ ધાધલ, દાનાભાઇ કાંબલીયા, આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ રણવીરસિંહ, યશપાલસિંહ જાડેજા, જીતેશભાઇ મારૂ દેવાભાઇ ભારાઇ, જગદિશભાઇ ભાટુ, કનકસિંહ વાળા વગેરે જોડાયા હતા. (૧.૨૩)

(3:50 pm IST)