Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા દોડધામ

 ભાવનગર તા. ર૩: ભાવનગરનાં ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા પ્લાસ્ટીકના ગોડાઉનમાં આજે બપોરે વિકરાળ આગ ભભુકી ઉઠી હતી.

આગની જવાળાઓ ઉંચે ઉંચે ઉડતાં લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી-૩ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. 

(3:49 pm IST)