Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પડધરીના હડમતીયાના શખ્સોના ત્રાસથી થરથર કાંપતા ખાખરા ગામના લોકો રાજકોટ ગ્રામ્યના ગ્રામ્યના ડીએસપીને આવેદન

તસ્વીરમાં આવેદનપત્ર પાઠવતા ખાખરાના ગ્રામજનો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૩ : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામના રહેવાસીઓ રાજકોટ ગ્રામ્યના ડી.એસ.પી.શ્રીને આવેદનપત્ર પાઠવીને લૂંટ પ્રકરણમા આરોપીઓને ઝડપી લેવા માંગણી કરી હતી.

ખાખરા ગામના ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અક્ષીતસિંહ જયુભા જાડેજા, દિલુભા મહિપતસિંહ જાડેજા, રવિરાજસિંહ દિલાવરસિંહ જાડેજા, ગદીશસિંહ ઉર્ફે મુનાભાઇ જુવાનસિંહ જાડેજા (રહે. બધા હડમતીયા તા.પડધરી, જી. રાજકોટ) સહિતનાએ ભયનુ સામરાજય ફેલાવ્યું છે. અને અમારે ધ્રોલથી ખખરા ગામ આવવું હોય તો રસ્તામા હડમતીયા ગામ આવે છે જયાં આ ગામના શખ્સો હથિયાર ધારણ કરીને પૈસા પડાવે છે. જેથી ધ્રોલથી ખાખરા ગામ આવવા માટે લોકો ભયથી ધ્રુજી રહ્યા છે.

આ શખ્સો સામે વારંવાર પોલીસ ફરીયાદ થઇ છે ત્યારે આ શખ્સોની ધરપકડ કરવા માંગણી કરી છે. (૬.૧૬)

(1:24 pm IST)