Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ખંભાળીયામાં નવા બનતા રસ્તાઓનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવો : વિક્રમભાઇ માડમ

દેવભૂમિ દ્વારકા જીલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

ખંભાળીયા, તા. ર૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના બીજા નંબરના શહેર સલાયા નગરપાલિકા વિસ્તારમાં આધારકાર્ડ કાઢવાનું સેન્ટર આપવા લોકોની તથા નગરપાલિકાનીમાં માંગણીને ધારાસભ્યશ્રી દ્વારા જવાબદાર અધિકારીશ્રીને રજૂઆત કરતા આધારકાર્ડનું સેન્ટર માટે જવાબદાર કલેકટરશ્રી દ્વારા હકારાત્મક જવાબ આપેલ હતો.

ફરીયાદ અને સંકલન સમિતિની બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાના રસ્તાના પ્રશ્ને, ઠેર ઠેર ગંદકી ઉભરાતી ગટરો વિગેરે બાબતે ખંભાળીયા નગરપાલિકાના અધિકારીશ્રીઓને ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમે આડે હાથ લઇ વિના વિલંબે રસ્તા, ગંદકી, ઉભરાતી ગટરો, અને ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા જણાવવામાં આવેલ હતું. ખંભાળીયા નગરપાલિકાના અધિકારીશ્રીઓના જવાબ સંતોષકારક રહેવા પામેલ નથી. નવા બનતા રસ્તાઓનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવવા પણ ધારાસભ્યશ્રી દ્વારા સૂચવવામાં આવેલ હતું.

વિક્રમભાઇ માડમે ઉગમણા બારા, વચલાબારા, દખણાદાબારા, ગોઇંજ વિગેરે ગામોના એસ.ટી. બસના પ્રશ્નો તાત્કાલીક હલ (નિરાકરણ) કરવા ઉપસ્થિત જવાબદારોને સૂચિત કરવામાં આવેલ હતું.

કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની માંગણી મુજબ આ તાલુકાનું પ્રમોલગેશનમાં ૯૦થી લઇને ૯પ% જેટલી ભૂલો હોવાની રજૂઆત ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમને મળેલ હોઇ પ્રમોલગેશન રદ કરી અને ફરીને નવેસરથી ખેડૂતોની માંગણી મુજબ પ્રમોલગેશન કરી, ભૂલોનું નિરાકરણ કરવા જણાવવામાં આવેલ હતું.

ખંભાળીયા તાલુકાના ટીંબડી ગ્રામ પંચાયતની ગૌચરની જમીનનું એસ્સાર કંપની દ્વારા દબાણ તથા સંપાદનની બાબતો અંગે કંપની અને ટીંબડી ગામ વચ્ચેના પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લોકોની માંગણી મુજબ કરવું. સુઝલોન કંપની દ્વારા સગારીયા વાડી વિસ્તારમાં નારણભાઇ પીડારીયાની જમીનના શેઢા ઉપર રસ્તો બનાવેલ છે તેનું તેનું વળતર ચૂકવવું અથવા કંપની દ્વારા શેઢા ઉપરનો ઉપયોગ બંધ કરવો.

ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામો અત્યંત નબળા થતાં હોવાની લોકોની રજૂઆતનો પડઘો ધારાસભ્યશ્રી વિક્રમભાઇએ ફરી/સંકલનની મીટીંગમાં ઉપસ્થિત કરી નબળા રસ્તાનું થર્ડ પાર્ટીઇન્સ્પેકશન/ કે જવાબદારોશ્રી દ્વારા યોગ્ય ચકાસણી કર્યા બાદ જ રસ્તાના કામોનું ચૂકવણી એજન્સીને કરવા મીટીંગમાં જણાવ્યું હતું. (૮.૧૩)

(1:23 pm IST)