Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

લાઠી-બાબરા તાલુકાનામાં પાક વિમાનો ૯૦ કરોડ મંજૂર : ખેડૂતો ખુશખુશાલ

અમરેલી તા. ૨૩ : રાજય સરકારે આજે અમરેલી જિલ્લાના ખેડૂતોને પાકવીમાની રૂપિયા ૧૦૦ કરોડ જેવી રકમ મંજૂર કરેલ છે. જેમાંથી રૂપિયા ૯૦ કરોડ જેવી રકમ માત્ર લાઠી-બાબરા પંથકના ખેડૂતો માટે મંજૂર થતા સમગ્ર પંથકના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

લાઠી - બાબરાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના હકક માટે સતત લડત ચલાવતા બાવકુભાઇ ઉંધાડે વર્ષ ૨૦૧૬ના પાકવીમાં માટે સતત રજૂઆત કરીને ચુંટણીના અંતિમ વર્ષની પાકવીમાની રૂપિયા ૯૦ કરોડ રકમ મંજૂર થઇ છે.(૪૫.૩)

(12:19 pm IST)