Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગોંડલના વેપારીના ચકચારી આપઘાત કેસમાં બે વ્યજખોર આરોપીની આગોતરા અરજી રદ

રાજકોટ તા.૨૩ : ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં તા.૮/૦૪/૧૮ના રોજ સ્વ. હિતેશભાઇ રાયચુરાના ધર્મપત્ની કિરણબેનની ફરિયાદ ઉપરથી ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૬,૩૬૫, ૩૨૩, ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ ના ગુનાનાં કામે જયપાલસિંહ ઝાલા અને ધર્મરાજસિંહ ચુડાસમાં એ આગોતરા જામીન અરજી ગોંડલની સેશન્સ અદાલતમાં કરેલ જે અરજીના વિરોધમાં મુળ ફરિયાદી કિરણબેનના ધારાશાસ્ત્રી શ્રી રવિરાજ પ્રકાશભાઇ ઠકરાર મારફતે સોંગદનામુ તથા દલીલના મુદ્દાઓની નોંધ તેમજ સરકારી વકીલ શ્રી જી.કે.ડોબરીયા અસરકારક દલીલોને ધ્યાને લઇ એડી.સેશન્સ જજ શ્રી જે.એન.વ્યાસે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરેલ છે.

ગોંડલમાં નાણા વ્યાજે ધીરવાનો ધંધો ફાઇલ ો- ફુઇલો હોય અને આ આરોપીઓની જામીન અરજી નામંજુર થતા આમ જનતાને ન્યાયની પ્રક્રિયા અને પ્રણાલી પરનો ભરોસો દ્રઢ થયેલ છે. અને વ્યાજખોરોની સામે આવા ઐતિહાસિક ચુકાદાઓથી કાયદો  અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્દઢ બને તેમ પ્રબુદ્ધ નાગરીકોમાં ચર્ચા થઇ રહી છે.

આ કેસમાં મુળ ફરિયાદી વતીથી જામીન અરજી રદ્દ કરાવવા ભંડેરી એડવોકેટસની ટીમના ધારાશાસ્ત્રી શ્રી રવિરાજ પી. ઠકરાર, નિરંજય એસ. ભંડેરી તથા સિનીયર એડવોકેટ શ્રી શિવલાલ પી. ભંડેરી, અંબાગૌરી એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી તથા ભકિત એસ. ભંડેરી રોકાયેલા હતા.(૪.૧)

(12:16 pm IST)