Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

હળવદના સાપકડામાં 'ચકલી બચાવો અભિયાન'ના પ્રોત્સાહન માટે અનોખી કંકોત્રી

 હળવદ, તા. ર૩ : સાપકડાના સામાજીક કાર્યકર નાગરભાઇ ખોડાભાઇ રાઠોડના પુત્ર જીગ્નેશના શુભલગ્નની કંકોત્રીની ડીઝાઇન એવી રીતે તૈયાર કરાઇ કે આ કંકોત્રી વાંચીને ઘરની બહાર ચકલીના માળા તરીકે રાખી શકાય. રાઠોડ પરિવાર દ્વારા આમંત્રણમાં જીવદયાના માળો આપવામાં આવ્યો જે સમાજને નવી રાહ ચીંધનાર છે.

હાલમાં અનેક સેવાભાવી સંસ્થાઓ લુપ્ત થતી ચકલીઓને બચાવવા કાર્ય કરે છે. ઉપરાંત પક્ષીપ્રેમી દ્વારા ચકલીના માળા બનાવીને ચકલીઘરનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે ત્યારે રાઠોડ પરિવાર દ્વારા જીવદયાનો સંદેશો લોકો સુધી પહોંચે એ માટે કંકોત્રી જ એવી બનાવી કે તે જયાં જાય ત્યાં તેનો ઉપયોગ ચકલીઓ કરી શકે.

આ પ્રકારની સેવાકીય ભાવનાથી બનાવેલી કંકોત્રી જયાં પણ પહોંચી રહી છે ત્યાં તે લકોો પણ આવકારીને આ નવી પહેલને બિરદાવી રહ્યા છે. (૮.૧૧)

(12:16 pm IST)