Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગોંડલમાં ૨૫ કબૂતરોની દફનવિધિ : વધુ પાંચ કબૂતર સારવાર હેઠળ સબજેલ તંત્ર દ્વારા પણ કબૂતરની અંતિમવિધિ

 ગોંડલઃ શહેરના વોરાકોટડા રોડ ઉપર ગતરોજ ઝેરી ચણ ચણવા થી ૨૫ જેટલા કબૂતરોના મોત નિપજયા હોય પક્ષીપ્રેમી ગ્રુપ સાથે  અરેરાટી વ્યાપી જવા પામી હતી કબ્રસ્તાન ખાતે પક્ષીપ્રેમી ગ્રુપ દ્વારા કબૂતરની વિધિવત દફનવિધિ કરવામાં આવી હતી પક્ષીપ્રેમી ગ્રુપ ચલાવતા હિતેશભાઈ તન્ના, રોહિતભાઈ સોજીત્રા તેમજ યુસુફભાઈ ભાઈજી સહિતના મિત્રો દ્વારા શાંતિદૂતો ને દફનાવવા માટે પક્ષીપ્રેમી યુવાનો દ્વારા સૌપ્રથમ કબ્રસ્તાન ખાતે પાંચ ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો હતો અને શાંતિદૂતો ને સફેદ કપડું ઓઢાડી અબીલ ગુલાલ કંકુ અને પુષ્પમાલા ચઢાવી મીઠું નાખી ભારે હૈયે દફનાવવામાં આવ્યાં હતાં. કોઈ માણસની સામાન્ય ભૂલના કારણે મોટા પ્રમાણમાં શાંતિદૂતો મોતના મોંમાં ધકેલાયા હોય આજે પણ અર્ધબેભાન હાલતમાં પાંચ જેટલા કબુતર મળી આવ્યા હતા જેઓને પક્ષીપ્રેમી ગ્રુપ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે ઝેરી ચણ ચણવાની ઘટના સબજેલ પાસે બનવા પામી હોય સબજેલ નજીક વધુ પાંચ કબૂતરના મૃતદેહ મળી આવતા સબ જેલ તંત્ર દ્વારા પણ કબૂતરની અંતિમવિધિ કરવામાં આવી હતી. (૨૩.૬)

(12:15 pm IST)