Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કોટડાસાંગાણી પાસેનો પાણી નો ટાંકો વારંવાર છલકાતા હજારો લીટર પાણી નો વેડફાટ

કોટડાસાંગાણી, તા.૨૩ : ગુજરાત ના અનેક ગામોમા પાણી નુ સંકટ ઉભુ થયુ છે અને લોકોને પાણી માટે ઠેરઠેર ભટકવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટ ના કોટડાસાંગાણી નજીક આવેલા પાણી પુરવઠા વીભાગ ના પાણી ના ટાંકાઓ અવારનવાર છલકાઈ જવાથી હજારો કયુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વીભાગ ની ઘોર બેદરકારી ના કારણે ગુજરાતના અનેક વિસ્તારો મા પાણી ગંભીર સમસ્યા સર્જાય છે અને છેવાડા ના વિસ્તારો મા નર્મદા ના નીર વાપરવા તો સુ પણ પીવાય જોવા મળતા નથી ત્યારે રાજકોટ કોટડાસાંગાણી રોડ પર પીપલાણા ગામ નજીક આવેલા નર્મદા ના પાણી ના સંગ્રહ ના ટાંકાઓ અવારનવાર છલકાઈ જવાથી હજારો કયુસેક પાણીઙ્ગ નો વેડફાટ થાય છે પણ જાણે કુંભકરણ ની નીદ્રા મા સુઈ રહેલા સરકારી બાબુઓ ને જાણે આ બાબત ની કસી પડી ન હોય તેમ લાગી રહ્યુ છે અવારનવાર ટાંકાઓ છલકાઈ જવાથી નર્મદા નીર ખેતરો મા ચાલ્યા જાય છે . અને આસપાસના આવેલા ખાડો ઓ પણ ભરાય છે સાથેજ આ વેડફાટ થતા પાણી નો પ્રવાહ પણ એટલો જોરદાર હોય છે કે ખેતરો મા પણ મીની કેનાલો જેવા ધોરીયા બની જાય છે ત્યારે દર મહિને પ્રજા ના રુપિયા માથી પગાર મેળવતાઙ્ગ સરકારી બાબુ ઓ આ તરફ ધ્યાન દોરે તે જરૂરી બન્યુ છે.

રાજકોટ રોડ પર આવેલ પાણી પુરવઠા વીભાગ નો ટાંકો અવારનવાર છલકાઈ જવાથી હજારો કયુસેક પાણી નો વેડફાટ થાય છે આ પાણી નો ધોધ એટલે ગતી થી હોય છે કે આ પાણી વહી ને જે ખેતર મા જાય છે તે ખેતર મા એક ફુટ જેટલો ઉંડો ધોરીયો થઈ જવા પામ્યો છે.

આ ટાંકાઓ અવારનવાર છલકાઈ જવાથી થી દરરોજ ના હજારો કયુસેક પાણી નો વેડફાટ થાય છે જેને લઇને બાજુ મા આવેલ ખેતર ની અંદર જેઙ્ગ ટાંકાથી દુર પાંચસો મીટર જેટલુ અંતર થાય છે તે ખેતર મા સતત મોંદ્યામુલુ પાણી વેડફાઈ ને આવવાથી આ ખેતર મા ભર ઉનાળે દ્યાસ ઉગી નીકળ્યુ છે.

આ મામલે જયારે કોટડાસાંગાણી પાણી પુરવઠા વીભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર એમ વી મકવાણા નો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યુ કે જે હોય તે અત્યારે કાંઈ કહી નો શકાય અમે સ્થળ તપાસ કરીશુ.(૨૩.૬)

 

(12:13 pm IST)